રશિયાનો યુક્રેન પર મોટો હુમલો, પોક્રોવસ્ક જીતી લેવાની નજીક, ચોતરફથી શહેરને ઘેરી લેવાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

યુક્રેનની સાથે યુદ્ધમાં રશિયાને મોટી સફળતા મળતી દેખાઈ રહી છે. રશિયા ટૂંક સમયમાં જ પૂર્વ યુક્રેનના સૌથી મહત્ત્વપૂર્ણ શહેર પોકરોવ્સ્ક પર કબજો કરી શકે છે. રશિયાના સૈનિકો આ શહેરમાં ઘુસી ચૂક્યા છે અને તેમની યુક્રેની સૈનિકો સાથે અથડામણ તેજ થઈ ગઈ છે. યુક્રેનના એક બટાલિયન કમાન્ડરે સીએનએનને કહ્યું કે, તેઓ શહેરની ચોતરફથી ઘેરાઈ ચૂક્યા છે. સીએનએનના સૂત્રોએ દાવો કર્યો કે, 'પોકરોવસ્ક શહેરનું પતન હવે રશિયાના હાથે નક્કી છે. એક બટાલિયન કમાન્ડરે નામ ન જાહેર કરવાની શરતે કહ્યું કે, સ્થિતિ ગંભીર છે, ચોતરફ યુદ્ધ ચાલી રહ્યું છે, શહેરી વિસ્તારોમાં ફાયરિંગ થઈ રહ્યા છે અને દરેક પ્રકારના હથિયારોથી હુમલા થઈ રહ્યા છે. અમે લગભગ ઘેરાઈ ચૂક્યા છીએ, પરંતુ અમને તેની આદત થઈ ગઈ છે.'
બચાવ કર્મચારીઓને ત્રણ લોકોના મૃતદેહ મળ્યા હતા જ્યારે ઈજાગ્રસ્તોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. યુક્રેન પર આક્રમણના ચાર વર્ષ પછી પણ રશિયા લગભગ રોજ ડ્રોન અને મિસાઈલથી હુમલા કરી રહ્યું છે. યુક્રેને શનિવારે કહ્યું હતું કે, તેણે રશિયાના 406 ડ્રોન અને નવ મિસાઈલ તોડી પાડ્યા હતા.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ બંધ કરાવવા માટે રશિયા પર ભારે દબાણ કરી રહ્યા છે ત્યારે શાંતિની વાટાઘાટો માટે પોતાની માગણીઓ સંતોષાય તે માટે રશિયા અને યુક્રેન બંને યુદ્ધ મેદાનમાં તેઓ જીતી શકે છે તેવો દાવો કરવા મથી રહ્યા છે. યુક્રેનમાં હાડ થીજાવતી ઠંડી સાથે શિયાળો શરૂ થઈ ગયો છે ત્યારે રશિયા સતત યુક્રેનના ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરી રહ્યું છે. રશિયાએ પાવર ગ્રીડ તોડી પાડી હોવાથી યુક્રેનવાસીઓએ અનેક વિસ્તારોમાં વીજકાપનો સામનો કરવો પડયો હતો.
હરિયાણાનો યુવાન રશિયા-યુક્રેનના યુદ્ધમાં ફસાયો
બીજીબાજુ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને દાવો કર્યો હતો કે તેમનું સૈન્ય વિજયની નજીક પહોંચી ગયું છે. રશિયન સૈન્ય રણનીતિક રૂપે મહત્વપૂર્ણ પોક્રોવ્સ્ક શહેર પર કબજો કરવાની તૈયારીમાં છે. રશિયન સંરક્ષણ મંત્રાલયનું માનવું છે કે ડોનબાસ ક્ષેત્રના બાકીના ૧૦ ટકા ભાગ પર કબજો કરવા માટે આ શહેર પ્રવેશ દ્વાર સમાન છે.
દરમિયાન હરિયાણાના અંબાલાનો રહેવાસી મોહમ્મદ જાવેદ રશિયામાં યુદ્ધમાં ફસાઈ ગયો છે. જાવેદ ઑગસ્ટમાં રશિયા ગયો હતો. ત્યાર પછી એક મહિનાથી પરિવાર સાથે તેનો કોઈ સંપર્ક થયો નથી, જેને પગલે પરિવારમાં ભારે રોકકળ મચી છે.
જાવેદના પરિવારને હવે જાણવા મળ્યું છે કે તેને છેતરપિંડી દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સૈન્ય તરફથી લડવા મોકલી દેવાયો છે. જાવેદે રશિયાથી બે વીડિયો જાહેર કરી દાવો કર્યો હતો કે તેના જીવને જોખમ છે. એક એજન્ટે તેને ફસાવીને યુદ્ધમાં ધકેલી દીધો છે.
રશિયન ક્રૂડની ખરીદી મુદ્દે હંગેરીને ટ્રમ્પની છૂટ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી મુદ્દે ભારત અને ચીન પર ભારે નારાજ છે. તેમણે આ મુદ્દે ભારત પર વારંવાર પ્રતિબંધ મૂકવાનું દબાણ કર્યું છે. ટ્રમ્પે રશિયાની બે મોટી ક્રૂડ ઓઈલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઈલ પર આકરા પ્રતિબંધો મૂક્યા છે. જોકે, યુક્રેન સાથે રશિયાના યુદ્ધ વચ્ચે ટ્રમ્પે હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓરબાનને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરવાની મંજૂરી આપી છે. અમેરિકાએ હંગેરીને મોટી રાહત આપતા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદવા પર લગાવેલા પ્રતિબંધોમાંથી એક વર્ષ માટે છૂટ આપી દીધી છે.








