World

બિલાડી સમજીને પહોંચ્યા બચાવકર્મીઓ, અંદરથી મળી 5 વર્ષની બાળકી, નેપાળમાં 2 દિવસ પછી કાટમાળમાંથી જીવતી નીકળી માસૂમ

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં ભયાનક પૂરની તબાહી વચ્ચે એક ચમત્કારિક ઘટના બની છે. રસુવા જિલ્લાના સ્યાબ્રુબેસીમાં 5 વર્ષની મનિષા બે દિવસ સુધી કાટમાળ નીચે દટાયા બાદ સુરક્ષિત બહાર આવી. બચાવ ટીમને બિલાડીના અવાજ જેવો ભ્રમ થયો, પરંતુ ખોદકામ કરતાં મનિષા મળી. 2 કલાકની જહેમત બાદ તેને બહાર કઢાઈ અને બાદમાં કાઠમંડુની હોસ્પિટલમાં માતા-પિતા સાથે તેનું પુનર્મિલન થયું. આ ઘટના 2500 થી વધુ લાપતા લોકો વચ્ચે આશાનું કિરણ બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિલાડી સમજીને પહોંચ્યા બચાવકર્મીઓ, અંદરથી મળી 5 વર્ષની બાળકી, નેપાળમાં 2 દિવસ પછી કાટમાળમાંથી જીવતી નીકળી માસૂમ
IMAGE SOURCE- @Rahmanabdul001

Nepal Flood Miracle Rescue 5 Year Old Girl Manisha: નેપાળમાં આવેલા ભયાનક પૂરે ચારેય તરફ ભારે તબાહી મચાવી છે. પરંતુ આ આફત વચ્ચે એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. રસુવા જિલ્લાના સ્યાબ્રુબેસી વિસ્તારમાં 5 વર્ષની બાળકી મનિષાને બે દિવસ સુધી કાટમાળ નીચે દટાયેલા રહ્યા બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. નેપાળમાં હજુ પણ 2500 થી વધુ લોકો લાપતા છે, તેથી આ ઘટનાને એક ચમત્કાર તરીકે જોવામાં આવી રહી છે.

બિલાડીનો અવાજ સમજીને શરૂ કર્યું રેસ્ક્યૂ

રેસ્ક્યૂ ટીમ કાટમાળ નીચે દબાયેલા લોકોની શોધખોળ કરી રહી હતી, ત્યારે તેમને નીચેથી કંઈક અવાજ સંભળાયો. બચાવકર્મીઓને લાગ્યું કે કદાચ કોઈ બિલાડી કાટમાળમાં ફસાયેલી છે. પરંતુ જ્યારે માટી અને કાટમાળ હટાવવાનું શરૂ કર્યું, ત્યારે અંદર 5 વર્ષની માસૂમ બાળકી મનીષા દબાયેલી જોવા મળી હતી.

બે કલાક ચાલી મુશ્કેલ બચાવ કામગીરી

નેપાળ સશસ્ત્ર પોલીસ બળના અધિકારી સંજૂ ખત્રીએ જણાવ્યું કે, માટીના જાડા થર નીચે ફસાયેલી બાળકીને બહાર કાઢવામાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો. જ્યારે તેને બહાર કાઢવામાં આવી ત્યારે તે અત્યંત નબળી હાલતમાં હતી. ખરાબ હવામાનને કારણે તાત્કાલિક હેલિકોપ્ટર ન આવી શકતા તેને રેસ્ક્યૂ કેમ્પમાં લઈ જવામાં આવી, જ્યાં તેને પાણી અને ચોખાનું ઉકાળેલું પાણી (કાંજી) આપવામાં આવ્યું. બાદમાં હવામાન સ્પષ્ટ થતાં તેને હેલિકોપ્ટર મારફતે કાઠમંડુની ટીચિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તે પોતાના માતા-પિતા સાથે પુનઃમિલન પામી હતી.

તબાહી વચ્ચે આશાનું કિરણ

મનિષાનો બચાવ આ ભયાનક હોનારત વચ્ચે એક દુર્લભ સકારાત્મક ઘટના છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 788 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 589 વિદેશી નાગરિકો સહિત આશરે 2502 લોકો હજુ પણ લાપતા છે.