Get The App

Pokમાં બગાવત : પોલીસ-પબ્લિક સામ સામે : 7નાં મોત, 60થી વધુ ઘાયલ

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
Pokમાં બગાવત : પોલીસ-પબ્લિક સામ સામે : 7નાં મોત, 60થી વધુ ઘાયલ 1 - image

- પાકિસ્તાનના કબજા નીચેનાં કાશ્મીરમાં ચૂંટણી-વ્યવસ્થામાં ફેરફાર કરવાની માગણી કરતા લોકો, સડક પર ઉતરી આવ્યા : તોફાનોમાં 3 નાગરિક, 4 પોલીસનાં મોત

નવીદિલ્હી : પાકિસ્તાનનાં કબજા નીચેના જમ્મુ અને કાશ્મીરમાં (પી.ઓ.જે.કે.માં) રાજકીય અસંતોષે હવે હિંસકરૂપ લઈ લીધું છે. ચૂંટણી-વ્યવસ્થામાં ફેરફાર કરવાની માગણી ન સંતોષાતાં લોકો સડકો ઉપર ઉતરી આવ્યા, દેખાવો કરી રહ્યા, નારાબાજી કરી રહ્યાં હતાં. દેખાવકારો અને સલામતીદળો વચ્ચે હિંસક-મારામારી થઈ હોવાના પણ સમાચારો મળ્યા છે. તેમાં હજી સુધીમાં ઓછામાં ઓછા ૭ લોકોનાં મોત થયાં છે. જ્યારે ૬૩થી વધુને ઈજાઓ થઈ છે.

અધિકારીઓ વધુમાં જણાવે છે કે આંદોલનકારી સંગઠન, જોઈન્ટ-આર્મી એક્શન કમિટી (જેએએસી)ના સમર્થકો અને પોલીસ વચ્ચે અનેક સ્થળોએ હિંસક ટકરાવ થયો હતો, અને પોલીસ તેમજ દેખાવકારો પૈકી અનુક્રમે ૪નાં અને ત્રણનાં મોત નોંધાયાં છે. આશંકા તે પણ છે કે આ આંદોલન તેજ પણ થઈ શકે.

પાક. મિડીયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જેએએસીએ તેનું આંદોલન તેજ કર્યું છે. એક વાત તે પણ છે કે જેઅએેસીને કહેવાતાં આઝાદ-કાશ્મીરની સરકારે જેએએસીને આતંકવાદ વિરોધી કાનૂન નીચે પ્રતિબંધિત જાહેર કર્યું હતું. તે કાનૂન સામે તે જૂથે સતત વિરોધ દર્શાવ્યો છે. તે સંગઠને આવતીકાલે (મંગળવાર) ૯મી જૂને સમગ્ર પ્રદેશમાં હડતાલની જાહેરાત કરી દીધી છે.

રાવલકોટના પોલીસ કમિશ્નર સરદાર વાહીદે તો પત્રકારોને તેમજ કહ્યું હતું કે માત્ર ૪નાં જ મૃત્યુ થયાં છે અને ચાલીશ જેટલા ઇજાગ્રસ્ત થયા છે. પરંતુ હકીકતમાં ૭નાં મોત થયાં છે. મૃત્યુઆંક વધવા સંભવ છે. પોલીસે ૭૦થી વધુ આંદોલનકારીઓની ધરપકડ કરી છે. સરકારને ચિંતા તે છે કે આવતીકાલ (મંગળવાર) તા. ૯ના દિવસે જેએએસીએ આપેલાં બંધના એલાન સમયે ભારે તોફાનો ફાટી નીકળવા સંભવ છે.