World

ક્વેટા વિસ્ફોટોથી ધૂ્રજ્યું : 25નાં મોત અનેક ઘાયલ : ટ્રેનની બોગીના ફૂર્ચા ઊડયા

By GS Team
24 May 20262 mins read
ક્વેટા વિસ્ફોટોથી ધૂ્રજ્યું : 25નાં મોત અનેક ઘાયલ : ટ્રેનની બોગીના ફૂર્ચા ઊડયા

બલુચીસ્તાન લિબરેશન આર્મીએ જવાબદારી લીધી

ક્વેટામાં રેલવે ટ્રેક પાસે આત્મઘાતી હુમલો થયો : આ હુમલો ફ્રન્ટીયર કોરનાં હેડક્વાર્ટર પાસેનાં રેલવે ટ્રેક ઉપર જ થયો

કરાંચી: બલુચીસ્તાનની એક શટલ ટ્રેનમાં થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા ૨૫નાં મોત થયાં હતાં. જ્યારે અનેક ઘાયલ થયા હતા. જ્યારે ટ્રેનની બોગીના તો ફૂર્ચા ફૂર્ચા ઉડી ગયા હતા. બલુચિસ્તાનનાં પાટનગર ક્વેટા પાસે જ થયેલા આ વિસ્ફોટની જવાબદારી બલુચ લિબરેશન આર્મીએ લીધી છે.

પ્રાપ્ત માહિતી મુજબ શટલ ટ્રેન ક્વેટા કેન્ટોનમેન્ટથી ક્વેટા રેલવે સ્ટેશન તરફ જતી હતી ત્યારે ચમન ફાટક પાસે આ ધમાકો થયો હતો. તેની એસોસિએટેડ પ્રેસ પાકિસ્તાને જણાવ્યું હતું.

બીએલએના પ્રવક્તાએ જણાવ્યું હતું તે ટ્રેન સૈનિકોને લઇને જતી હતી તેથી તે વિસ્ફોટ કરવો પડયો હતો.

સરકારના અધિકારીઓએ તો ૧૪નાં મોત થાયં હોવાનું જણાવે છે પરંતુ પોલીસે જ સત્તાવાર રીતે ૨૫થી વધુનાં મૃત્યુ થયાં હોવાનું કબુલ્યું છે. મીડીયા જણાવે છે કે મૃત્યુઆંક હજી વધવા સંભવ છે.

પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ કહ્યું હતું કે આ શટલ ટ્રેનમાં એક એન્જિન અને ૩ કોચ જ હતા પરંતુ જે ધમાકો થયો તેથી વાહનોના કાચ તેમજ મકાનોનાં બારી બારણાના કાચ તૂટી ગયા હતા. આ ટ્રેનમાં મોટા ભાગના લોકો ઇદની ઉજવણી માટે જઇ રહ્યા હતા.

વડાપ્રધાન શહબાઝ શરીફે આ વિસ્ફોટને વખોડી કાઢતાં કહ્યું હતું કે ત્રાસવાદીઓના આવા કાયરતા ભર્યા કૃત્યો પાકિસ્તાનની જનતાની ત્રાસવાદ દૂર કરવાની પ્રતિબદ્ધતાને દૂર કરી નહીં શકે.