Get The App

જેફ્રી એપ્સ્ટીન મામલે બ્રિટનના પીએમ સ્ટાર્મર પર ફરી દબાણ વધ્યું, રાજીનામાની માંગ તેજ બની

નવો ખુલાસો થયા પછી સ્ટાર્મરની મુશ્કેલીમાં વધારો થવાની શકયતા

વર્ષ ૨૦૨૪માં મેંડલસેનને અમેરિકામાં બ્રિટનના રાજદૂત બનાવાયા હતા

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
જેફ્રી એપ્સ્ટીન મામલે બ્રિટનના પીએમ સ્ટાર્મર પર ફરી દબાણ વધ્યું, રાજીનામાની માંગ તેજ બની 1 - image

લંડન,20 એપ્રિલ,2026,સોમવાર 

બ્રિટનના વડાપ્રધાન કિએર સ્ટાર્મરે અમેરિકાના વિવાદાસ્પદ જેફ્રી એપ્સટીન ફાઇલ સાથે જોડાયેલ પીટર મેંડલસન મામલે મુશ્કેલીમાં મુકાયા છે. જેફ્રી એપ્સેટીનના જૂના સહયોગી પીટરની નિયુકિત અને સુરક્ષા તપાસમાં જે ખામીઓ જોવા મળી છે તેને લઇને જનતા તથા લેબરપાર્ટીના ઘણા સાંસદો નારાજ છે. સ્ટાર્મર આ કિસ્સાને શાંત પાડવા કોશિષ કરી રહયા છે પરંતુ તેમના નેતૃત્વને લઇને ગંભીર સવાલો હજુ પણ ઉભા છે.

ગત ગુરુવારથી આ મામલે નવા ખુલાસા થયા પછી સ્ટાર્મરના રાજીનામાની માંગ ફરી તેજ બની છે. મેંડલસેનને વર્ષ ૨૦૨૪માં અમેરિકામાં બ્રિટનના રાજદૂત બનાવાયા ત્યારે સુરક્ષા તપાસ પૂર્ણ  કરવામાં આવી ન હતી. ર્સ્ટામરે મંત્રીઓને આ અધૂરી તપાસ અંગે તેમના મંત્રીમંડળને જાણકારી આપી ન હતી.આ કાર્ય માફ કરવા યોગ્ય નથી. આનો સમગ્ર દોષ વિદેશ મંત્રાલયના અધિકારીઓ પર મઢીને વરિષ્ઠ સિવિલ સેવક ઓલી રોબિન્સને બરખાસ્ત કરવામાં આવ્યા હતા. વિપક્ષી સંગઠનો ખોટી જાણકારી આપીને સંસદને ગુમરાહ કરવાનો આરોપ મુકયો છે.

સ્ટાર્મર પહેલા સંસદમાં કહયું હતું કે નિયમો અનુસાર વિદેશ મંત્રાલય પાસે સુરક્ષા તપાસ કરીને નિર્ણય બદલવાનો અધિકાર હતો. સરકારે એવો પણ બચાવ કર્યો હતો કે પ્રધાનમંત્રી સ્ટાર્મરને આની જાણકારી ખૂબ મોડી મળી હતી. બ્રિટિશ પોલીસ મેંડેલસને વિરુધ ૧૫ વર્ષ જૂના મંત્રી કાર્યકાળ સાથે જોડાયેલા કથિત કુઆચારની તપાસ કરી રહી છે. ગત ફેબુ્આરીમાં ધરપકડ કરવામાં આવી હતી પરંતુ આરોપ સિધ્ધ થઇ શકયા ન હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સરકારના અનેક મંત્રીઓ ર્સ્ટામરના સમર્થનમાં છે જેઓનું માનવું છે કે જો આ અંગે પ્રધાનમંત્રીને જાણકારી હોતતો નિયુકિત પણ થઇ શકી હોત નહી.સ્ટાર્મરના ટીકાકારો માને છે કે આ સમગ્ર વિવાદ તેમની નેતૃત્વ ક્ષમતા પર ગંભીર સવાલ ઉભો કરે છે. સ્થાનિક ચુંટણીઓ પહેલા રાજકીય દબાણ વધી રહયું છે તેમની સરકારના ભવિષ્ય પર અનિશ્ચિતતા વધી રહી છે.