World

કંગાળ પાકિસ્તાને સિનિયર અધિકારી મરિયમ કિયાનીને IMFમાં સોંપી મોટી જવાબદારી, 3 નામો થયા હતા શોર્ટલિસ્ટ

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે BS-20 ગ્રેડના સિનિયર અધિકારી મરિયમ કિયાનીને વોશિંગ્ટન ડીસી સ્થિત આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સિનિયર એડવાઈઝર તરીકે 3 વર્ષ માટે ડેપ્યુટેશન પર નિયુક્ત કર્યા છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા તેમની પસંદગી કરાઈ છે, પરંતુ IMFની મંજૂરી બાકી છે. મરિયમ કિયાની સૈફુલ્લાહ ડોગરનું સ્થાન લેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કંગાળ પાકિસ્તાને સિનિયર અધિકારી મરિયમ કિયાનીને IMFમાં સોંપી મોટી જવાબદારી, 3 નામો થયા હતા શોર્ટલિસ્ટ

Maryam Kiyani IMF Senior Advisor Appointment: પાકિસ્તાનની બદહાલ સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. વિદેશી મોરચે પણ તેને લપડાક ખાવી પડી રહી છે, અને ભારતના વધતા પ્રભાવથી પાડોશી દેશ ચીડાયેલો છે. કંગાળીની આ સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે વહીવટી સેવામાં એક મોટું પગલું ભરતા BS-20 ગ્રેડના સિનિયર અધિકારી મરિયમ કિયાનીને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) માં મોટો હોદ્દો સોંપ્યો છે. તેમને વોશિંગ્ટન ડીસી સ્થિત IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સિનિયર એડવાઈઝર (વરિષ્ઠ સલાહકાર) તરીકે નીમવામાં આવ્યા છે. આ નિમણૂક 3 વર્ષના સમયગાળા માટે ડેપ્યૂટેશન ધોરણે કરવામાં આવી છે.

કઈ શરતો પર થઈ નિમણૂક?

પાકિસ્તાન સરકારના એસ્ટેબ્લિશમેન્ટ ડિવિઝન દ્વારા 7 ઓક્ટોબર 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, મરિયમ કિયાનીની આ નિમણૂક તેઓ હોદ્દો સંભાળશે તે તારીખથી આગામી 3 વર્ષ માટે અસરકારક રહેશે. નક્કી કરાયેલો કાર્યકાળ પૂરો થતાં જ તેઓ આપોઆપ પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થઈ જશે.

IMFની મંજૂરી જરૂરી

મરિયમ કિયાની આ પદ પર સૈફુલ્લાહ ડોગરનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ થોડા મહિનાઓ પહેલાં જ પૂરો થયો હતો. જોકે વડાપ્રધાન દ્વારા નામ ફાઈનલ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ નિમણૂક IMF ની સત્તાવાર મંજૂરી મેળવ્યા બાદ જ અમલી બનશે.

શહબાઝ સરકારે કેવી રીતે કરી પસંદગી?

અહેવાલો અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ કેબિનેટ લેવલની સમિતિએ આ પદ માટે ત્રણ નામો શોર્ટલિસ્ટ કર્યા હતા. આ રેસમાં સૌથી પહેલું નામ મરિયમ કિયાનીનું હતું, જેઓ PAS (પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ના ગ્રેડ-20 ઓફિસર અને ફાઈનાન્સ ડિવિઝનમાં જોઈન્ટ સેક્રેટરી છે. તેમના સિવાય કસ્ટમ્સ ગ્રુપના ગ્રેડ-20 અધિકારી મોઅઝ્ઝમ રઝા અને ગ્રેડ-20 અધિકારી નદીમ અહેસાન પણ સામેલ હતા. વડાપ્રધાન શહબાઝ શરીફે લાંબા વહીવટી અનુભવ અને યોગ્યતાને ધ્યાનમાં રાખીને મરિયમ કિયાનીના નામ પર પસંદગીની મહોર લગાવી હતી.

કોણ છે મરિયમ કિયાની?

મરિયમ આ નિમણૂક પહેલા ફાઈનાન્સ ડિવિઝનમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કાર્યરત હતા, અને તેમણે એક્સટર્નલ ફાઈનાન્સ વિંગમાં પણ સેવાઓ આપેલી છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પોલિસી, એક્સટર્નલ ફાઈનાન્સ અને આંતરરાષ્ટ્રીય લોન પ્રોવાઈડર્સ સાથે કામ કરવાનો તેમને 18 વર્ષનો લાંબો અનુભવ છે. પાકિસ્તાનના 7 અબજ ડોલરના મહત્વપૂર્ણ એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) પ્રોગ્રામ દરમિયાન પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમની પાસે આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ પણ છે. તેમણે અમેરિકામાં 'હમ્ફ્રે ફેલોશિપ' ની સાથે સિડની યુનિવર્સિટીમાંથી 'ઓસ્ટ્રેલિયા એવોર્ડ્સ સ્કોલરશિપ' મેળવેલી છે. આ સિવાય તેમની પાસે કાયદાની ડિગ્રી સાથે FCA અને ACCA ની પ્રોફેશનલ લાયકાત પણ છે.

હવે આગળ શું થશે?

પોતાની નવી ભૂમિકામાં મરિયમ કિયાની IMF ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની ઓફિસમાં જોડાશે, જે પાકિસ્તાન સહિત 8 દેશોના જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ એક્ઝિક્યુટિવ બોર્ડ સમક્ષ આવતા આર્થિક મુદ્દાઓ, આર્ટિકલ IV કન્સલ્ટેશન રિપોર્ટ અને નીતિગત દસ્તાવેજો પર બોર્ડને સહાયતા કરશે.