Get The App

લંડનમાં બે યહુદીઓ ઉપર છરીથી હુમલો તે ત્રાસવાદી કૃત્ય હોવાનું પોલીસે સ્પષ્ટ કહ્યું

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
લંડનમાં બે યહુદીઓ ઉપર છરીથી હુમલો તે ત્રાસવાદી કૃત્ય હોવાનું પોલીસે સ્પષ્ટ કહ્યું 1 - image

- ઓક્ટોબર 7, 2023થી યહુદીઓ ઉપર હુમલા વધ્યા છે

- લંડનના ગોલ્ડન-ગ્રીન વિસ્તારમાં એક 34 અને એક 76 વર્ષના યહુદી ઉપર સાયનેગોગ પાસે હુમલો કરવામાં આવ્યો : યહુદીઓને પોતાની જ સલામતી વ્યવસ્થા ઉભી કરી છે

લંડન : લંડનના ગોલ્ડન ગ્રીવ વિસ્તારમાં આવેલાં યહૂદીઓનાં પ્રાર્થના સ્થળ (સાયનેગોગ) પાસે એક ૩૪ વર્ષના અને એક ૭૬ વર્ષના યહૂદીઓ ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. યહૂદીઓ ઉપર હુમલાઓ તો થતાં જ રહે છે. પરંતુ ઓક્ટોબર ૭, ૨૦૨૩ના દિને યહૂદીઓના ધાર્મિક ઉત્સવના દિવસે થયેલા હુમલા પછી તો આવા હુમલાઓની સંખ્યા વધતી જ જાય છે.

આ હુમલા અંગે કાઉન્ટરટેરરિઝમ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે અને તે જાણવા માગે છે કે, આ હુમલાને ઈરાન સાથે કોઈ સંબંધ છે કે કેમ ? જો કે ડિટેક્ટિવો તેમ પણ કહે છે કે તે હુમલાઓને ઈરાન સાથે સંબંધ છે કે નહીં તે નિશ્ચિત કરવું હજુ ઘણું વહેલું છે.

આ હુમલા પછી વડા પ્રધાન કીર સ્ટારમેરે તેમની કેબિનેટની તુર્ત જ મિટિંગ બોલાવી હતી. છતાં બ્રિટન સ્થિત યહૂદીઓએ તો યહૂદીઓના રક્ષણ માટે સરકારની નિરૂપતાની ઉગ્ર ટીકા કરી હતી. હવે તો એ યહૂદીઓએ સ્ટારમેરને ઉપાલંબો આપતા કહે છે કે શરમ ભરો, શરમ ભરો ! તમે તમારા નાગરિકોનું પણ રક્ષણ કરી શકતા નથી, તમારે તો ત્યાગપત્ર આપી દેવું જોઈએ.

હવે, યહૂદીઓએ પોતાની જ સલામતી વ્યવસ્થા ઊભી કરી છે. શોમરિમ ઊભી કરી છે તેણે જણાવ્યું હતું કે તે છરી મારનાર ગોલ્ડનર્સ-ગ્રીન રોડ ઉપર ખુલ્લી છરીએ દોડતો દેખાતો હતો, અને યહૂદીઓને મારવા જઈ રહ્યો હતો, તેમ સીસીટીવી કેમેરા ઉપર સ્પષ્ટ દેખાતું હતું.

૭ ઓક્ટોબર ૨૦૨૩માં દક્ષિણ ઇઝરાયલ પર હમાસના આતંકીઓએ હુમલો કર્યો પછી આ હુમલા તો સતત વધી રહ્યાં છે. તેમ યહૂદીઓનાં કોમ્યુનિટી સિક્યુરીટી ટ્રસ્ટે જણાવ્યું હતું. ૨૦૨૨માં આવા ૧,૬૬૨ હુમલા નોંધાયા હતા અને ૨૦૨૫ સુધીમાં તે ગુ્રપે ૩,૭૦૦ હુમલાઓ નોંધ્યા હતા.