World

POK કબ્જે કરાયેલો પ્રદેશ છે 'આઝાદ કાશ્મીર નથી' POKના નેતાએ શહબાઝ સરકારને ફેંકેલો ખુલ્લો પડકાર

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના રાવલકોટમાં પાકિસ્તાની શાસન વિરુદ્ધ જબરદસ્ત વિરોધ થયો. સરદાર અમાન સહિતના નેતાઓએ ઈદગાહ મેદાનમાં વિશાળ જનસભા સંબોધી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો ભાગ નહીં બને અને PoK મુક્ત કે વિવાદિત નહીં, પરંતુ કબજા હેઠળનો પ્રદેશ છે. નેતાઓએ પાકિસ્તાન સરકારને પડકારી, પોતાના હકો માટે સંઘર્ષ ચાલુ રાખવાની શપથ લીધી.

Summarized by AI; it may make mistakes. Check important info

POK કબ્જે કરાયેલો પ્રદેશ છે 'આઝાદ કાશ્મીર નથી' POKના નેતાએ શહબાઝ સરકારને ફેંકેલો ખુલ્લો પડકાર

રાવલકોટ (પીઓકે): પાકિસ્તાનના કબજા નીચેના કાશ્મીરના નેતાઓ પાકિસ્તાનની શરીફ સરકાર સામે ખુલ્લો પડકાર ફેંકતા અહીં યોજાયેલી એક વિશાળ સભામાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને આ વિસ્તાર કદીએ પાકિસ્તાનનો રહેશે નહિ. ફાયર બ્રાન્ડ નેતાએ આગળ કહ્યું કે પીઓકે નથી આઝાદ કે નથી વિવાદિત કબજા નીચેનો પ્રદેશ છે.
સરદાર અમાન અહીંના ઇદગાહનાં મેદાનમાં મળેલી સભામાં પાકિસ્તાનની શહબાઝ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ રીતે દાયકાઓ જૂના પાકિસ્તાનના દાવાને તેમણે ફગાવી દીધો ત્યારે ઉપસ્થિત જનમેદનીએ તેઓના આ કથનને તાળીઓના ગડગડાટ અને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધો હતો.
આટલા વિશાળ સમુદાયને કરેલા સંબોધનમાં અમાન ખાને જોરશોરથી કહ્યું કે, આ વિસ્તાર ઉપર કબજો જમાવવામાં આવ્યો છે. ત્યારે ફરી લોકોએ તાળીઓથી તેમને વધાવી લીધા. તેઓ જયારે એમ કહ્યું કે લોકોને પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવવાનો હક્ક છે. ત્યારે ફરી તાળીઓ પડી હર્ષનાદો થયા. સાથે પાકિસ્તાનની સરકારને ચેતવણી આપી કે અમારો જંગ વિજય મેળવીને જ પૂરો થશે. અમે બધા ખત્મ થઇએ પરંતુ લડાઇ ખત્મ નહીં જ થાય. બીજા લડવા ઉભા થશે. આ સાથે ફરી તાળીઓ ને હર્ષનાદો થયા હતા.