World

VIDEO: ઈઝરાયલમાં PM મોદીનું રેડ કાર્પેટ સ્વાગત, નેતન્યાહૂ ભેટી પડ્યા, ગાર્ડ ઑફ ઓનર અપાયું

By GS TEAM
25 Feb 20262 mins read
TukuTouch Logo
9 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલના બે દિવસીય પ્રવાસ માટે તેલ અવીવ પહોંચી ગયા છે. ઈઝરાયલ વડાપ્રધાન નેતન્યાહૂએ પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર પીએમ મોદીનું ગળે મળીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ ભારતના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ઈઝરાયલમાં PM મોદીનું રેડ કાર્પેટ સ્વાગત, નેતન્યાહૂ ભેટી પડ્યા, ગાર્ડ ઑફ ઓનર અપાયું

PM Modi Israel Visit: 9 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલના બે દિવસીય પ્રવાસ માટે તેલ અવીવ પહોંચી ગયા છે. ઈઝરાયલ વડાપ્રધાન નેતન્યાહૂએ પ્રોટોકોલ તોડી ઍરપોર્ટ પર પીએમ મોદીનું ગળે મળીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઍરપોર્ટ પર જ ભારતના વડાપ્રધાનને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું.

'એર ઇન્ડિયા વન'ને સૌથી વધુ ટ્રેક કરાયું

ઈઝરાયલની યાત્રા પર નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઇટ લોકેશન દુનિયામાં સૌથી વધારે સર્ચ થઈ હતી. દુનિયાભરના વિમાનોની અવર જવર પર દેખરેખ રાખતા ઓનલાઇન પ્લેટફોર્મ ફ્લાઇટ રડાર પર સૌથી વધુ એર ઇન્ડિયા વનને ટ્રેક કરવામાં આવ્યું હતું.

શા માટે આ મુલાકાત મહત્ત્વની છે?

છેલ્લા 9 વર્ષમાં પીએમ મોદીની આ બીજી મુલાકાત છે. વર્ષ 2017માં તેમની મુલાકાત બાદ ભારત અને ઈઝરાયલના સંબંધો 'વ્યૂહાત્મક ભાગીદારી'માં ફેરવાયા હતા. જોકે, વર્તમાન યુદ્ધની સ્થિતિ વચ્ચે આ મુલાકાત રાજકીય રીતે ખૂબ જ મહત્ત્વની છે.

ઈઝરાયલ પ્રવાસનો કાર્યક્રમ

-પીએમ મોદી ઈઝરાયલની સંસદ 'નેસેટ'ને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે

-ઈઝરાયલની અત્યાધુનિક ટૅક્નોલૉજી અને ઇનોવેશનના પ્રદર્શનની સંભવિત મુલાકાત

-રાત્રે પીએમ નેતન્યાહૂ વડાપ્રધાન મોદીના સન્માનમાં ખાસ રાત્રિ ભોજનનું આયોજન

-વિશ્વના સૌથી મોટા હોલોકોસ્ટ મેમોરિયલ સેન્ટર(યહૂદી નરસંહાર સ્મારક) જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

-પીએમ મોદી અને નેતન્યાહૂની બેઠક બાદ સંયુક્ત નિવેદન

-ભારત અને ઈઝરાયલ વચ્ચે સંરક્ષણ, કૃષિ, પાણી વ્યવસ્થાપન અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં મહત્ત્વના એમઓયુ(MoU) પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.

-આવતીકાલે ગુરુવારે બપોર બાદ દિલ્હી પરત આવવા રવાના થશે.

ઈઝરાયલ પોતાની સંરક્ષણ સિસ્ટમની તકનીક ભારતને સોંપવા તૈયાર

ઈઝારયલી કોન્સ્યુલેટ જનરલના જણાવ્યા મુજબ, ‘બંને દેશો વચ્ચે હથિયારોની ખરીદી-વેચાણ માટે સમજૂતી થવાની સાથે આત્મનિર્ભર ભારતની પહેલ હેઠળ ભારતમાં જ સિસ્ટમનું નિર્માણ થાય તે પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ઈઝરાયલ બંને દેશોની સમજૂતીને તે બાબતો સુધી લઈ જવા માંગે છે, જેમાં ભારતમાં મેન્યુફેક્ચરીંગ અને આયરન ડોમ જેવી તકનીક સામેલ છે. બંને દેશો સમાન પડકારોનો સામનો કરી રહ્યા છે. ઈઝરાયલ પોતાની સંરક્ષણ સિસ્ટમની તકનીક ભારતને શેર કરવા માટે તૈયાર છે, કારણ કે ભારત એક મજબૂત અને વિશ્વાસુ વ્યૂહાત્મક ભાગીદાર છે.’

બંને દેશો વચ્ચે સમજૂતીનો વિસ્તાર વધારાશે

તેમણે વધુમાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી(PM Narendra Modi)ના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન આ સમજૂતીનો વિસ્તાર વધારવાની યોજના પર કામ ચાલી રહ્યું છે, જેથી કરીને બંને દેશો વચ્ચે કેટલીક મુખ્ય બાબતોમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી શકાય. આ વિશેષ બાબતોમાં ભારતમાં મેન્યુફેક્ચરિંગ, સંરક્ષણ ભાગીદારી, આયરન ડોમ તથા ઈઝરાયલની સંરક્ષણ સિસ્ટમોમાં સહયોગ સામેલ છે. ઈઝરાયલ પોતાની સંરક્ષણ ટેકનીકલ પોતાના ભાગીદારને શેર કરી શકે છે.’