World

નેપાળ પૂર સંકટ: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘થેંક્યૂ ઇન્ડિયા’

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં ભયાનક પૂર સંકટ બાદ ભારતે સતત મદદ મોકલી છે. 26 ઑગસ્ટના પૂરમાં 1000થી વધુ લોકોના મોત થયા હતા અને 4000થી વધુ ગુમ છે. આજે (2 સપ્ટેમ્બર) નેપાળના વડાપ્રધાન બાલેન શાહે સંસદમાં ભારત અને ચીનનો આભાર માન્યો. પીએમ મોદીએ બાલેન શાહને ફોન કરી મદદની ખાતરી આપી હતી, જેના પગલે ભારતે ખાણી-પીણી, દવાઓ અને DNA નિષ્ણાંતની ટીમ પણ મોકલી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળ પૂર સંકટ: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘થેંક્યૂ ઇન્ડિયા’

Nepal Flood : નેપાળમાં ભયાનક પૂર સંકટ બાદ ભારત અને ચીને કરેલી મદદ બદલ વડાપ્રધાન બાલેન શાહે આજે (2 સપ્ટેમ્બર) સંસદમાં બંને દેશોને થેંક્યૂ કહ્યું છે. વડાપ્રધાન કહ્યું કે, આપત્તિ વ્યવસ્થાપન માટે તેઓ પ્રથમ દિવસથી જ આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવી રહ્યા છે. સરકાર દ્વારા વિદેશી મદદ લેવામાં ખચકાટ અનુભવવા અંગે સવાલો ઉઠતા બાલેન શાહે કહ્યું કે, ‘આટલું મોટું સંકટ હોય તો આંતરરાષ્ટ્રીય સહયોગ ન લઉં, તેવો કોઈ સવાલ જ ઊભો થતો નથી.

Nepal Flood Indian.jpg

ભારત તરફથી સતત મળી રહેલી મદદ

નેપાળમાં 26 ઑગસ્ટના રોજ અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત હજુ પણ 4000થી વધુ લોકો ગુમ હોવાની માહિતી સામે આવી છે. પૂર આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ બાલેન શાહ(PM Balen Shah)ને ફોન કરીને મદદ કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ ભારત નેપાળમાં સતત મદદ મોકલી રહ્યું છે. આમાં ખાણી-પીણી, દવાઓ, બ્રિજ બનાવવાનો સામાન સામેલ છે. આ ઉપરાંત DNA નિષ્ણાંતની ટીમ પણ મોકલવામાં આવી છે.

Nepal Flood Indian aircraft.jpg

પૂરની માહિતી આપવામાં વિલંબ અંગે PMએ શું કહ્યું?

પૂર વખતે માહિતી આપવામાં વિલંબ થવા અંગે સરકારને સવાલ કરાયો હતો. તો વડાપ્રધાન શાહે કહ્યું કે, ‘અમારી સરકારે પૂર આવવાની માહિતી આપવા માટે 1.1 મિલિયન SMS મોકલ્યા હતા.’ સમયસર માહિતી ન આપવાના આક્ષેપોને રદીયો આપતાં તેમણે કહ્યું કે, ‘આ આફત વિચારી ન શકાય તેવી હતી. સંકટની માહિતી મળતાં જ સરકારે 1.1 મિલિયન નાગરિકોને તાત્કાલીક SMS મોકલ્યા હતા.’

PMએ સરકારની નિષ્ફળતા અંગેના આક્ષેપોનો પણ જવાબ આપ્યો

PM બાલેન શાહે રાજ્ય અને લોકલ સ્તરે સંકલન સાધવામાં સરકાર નિષ્ફળ રહી હોવાના સવાલનો પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘અમારું તંત્ર રાજ્ય અને લોકલ સ્તરે સતત વાતચીત કરી રહી છે. સંકલન દ્વારા જ રાહત અને બચાવનું કામ કરવામાં આવી રહ્યું છે.’

હાઇડ્રોઈલેક્ટ્રિક ટનલ રેસ્ક્યુ ઑપરેશન

જ્યારે પૂર આવ્યું ત્યારે હાઇડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં અનેક લોકો ફસાઈ ગયા હતા, જેમના રેસ્ક્યૂ અંગે પણ લોકો સરકાર પર સવાલો ઉઠાવાતા હતા, ત્યારે આ અંગે શાહે કહ્યું કે, ‘રાજ્યના તમામ તંત્ર શરૂઆતથી જ રેસ્ક્યૂ કરી રહ્યા છે. ટનલમાં ફસાયેલા લોકોને બચાવવાનું રેસ્ક્યૂ તદ્દન અલગ પ્રકારનું હોય છે, તેથી તે અંગે ટેકનિકલ માહિતી હોવી પણ જરૂરી છે. સરકાર ઉપલબ્ધ તમામ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને લોકોને સલામત બહાર કાઢવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.’