ભારે ટેન્શનમાં પાકિસ્તાન TLP દેખાવકારો તોફાને ચઢ્યા : અનેક શહેરોમાં લોકડાઉન

કટ્ટરપંથી ઇસ્લામિક જુથ તહેહિકા એ લબ્બૈક પાકિસ્તાન (ટીએલસી) દ્વારા પેલેસ્ટાઇનીઓ તરફી જોરદાર પ્રદર્શન : ઇઝરાયલ વિરોધી માર્ચ શરૂ કરી
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રોબ્લેમ્સનો અંત આવે તેમ દેખાતું નથી. રોજે રોજ નવો પ્રોબ્લેમ ઉભો થાય છે. કટ્ટરપંથના જન્મદાતા પાકિસ્તાનને કટ્ટરપંથ જ નડી રહ્યો છે. પાકિસ્તાનનાં ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન તેહરિક એ લબ્બૈક એ પાકિતાન (ટીએલપી)એ દેશનાં લગભગ તમામ શહેરોમાં ઉઝરાયલ વિરોધી અને પેલેસ્ટાઇન તરફી જોરદાર પ્રદર્શનો શરૂ કરી દીધાં છે.
સહજ રીતે પ્રદર્શનો સાથે તોફાનો જોડાતાં હોય જ છે. તેમ તોફાનો પણ શરૂ થતાં પોલીસને લાઠી ચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડયો હતો. આ તોફાનીઓ પોતાની સાથે ભીનાં કપડાં પણ લઈ આવ્યા હતા. જેથી ટીયર ગેસની બહુ અસર ન થાય.
આ ટીએલસી દેખાવકારોએ લાહોરથી ઇસ્લામાબાદ સુધી ગ્રાન્ડ ટ્રંક રોડ ઉપર કૂચ શરૂ કરી હતી. પરંતુ માર્ગમાં તેમને રોકવામાં આવ્યા હતા.
શનિવાર રાતથી આ દેખાવકારો જુદા જુદા માર્ગે નાનાં નાનાં જૂથમાં ગ્રાન્ડ ટ્રંક રોડ પર પહોંચ્યા હતા. પોલીસે તેમને રોકવાના પ્રયત્નો કરતાં ફરી નાનાં નાનાં જૂથોમાં જુદા જુદા માર્ગે આગળ વધ્યા. વળી પાછા ગ્રાન્ડ ટ્રંક રોડ પર એકત્રિત થઇ આગળ વધ્યા.
પોલીસે જુદાં જુદાં શહેરોમાં બેરિકેડસ બનાવ્યા હતા. પંરતુ તે તોડીને પણ તેઓ આગળ વધ્યા. બીજી તરફ તે માર્ગ ઉપરનાં તમામ શહેરોમાં વેપારીઓએ દુકાનો બંધ રાખતાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેથી દૂધ શાકભાજી વગેરે મળવાની મુશ્કેલી થઇ હતી. આ સંગઠને તેમની માર્ચને ગાઝા માર્ચ જેવું નામ આપ્યું હતું.








