પાકિસ્તાને બાંગ્લાદેશ સાથે ખેલ પાડી દીધો : રશિયાથી યુરેનિયમ લાવતાં વિમાનને એરસ્પેસ ક્લિયરન્સ ન આપ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પાકિસ્તાનને ખુશ રાખવા હજી સુધી ભારતનો વિરોધ કરતા બાંગ્લાદેશને પાકિસ્તાને અણીના વખતે દગો આપ્યો
ઢાકા : બાંગ્લાદેશનાં રૂપપુર ન્યૂક્લિયર પાવર પ્લાંટ માટે રશિયાથી યુરેનિયમ લઇ આવતાં વિમાનને પાકિસ્તાને એર સ્પેસ ક્લિયરન્સ નહીં આપતાં વિમાનને પાછા ફરવું પડયું હતું, હવે બીજા માર્ગે રશિયા વિમાન મોકલશે માટે બાંગ્લાદેશનાં રૂપપુર ગામ નજીકનાં ન્યુક્લિયર પાવર પ્લાંટને યુરેનિયમ મળી શકશે. તેને હવે ઓક્ટોબરનાં પહેલા સપ્તાહ સુધી રાહ જોવી પડશે. આમ પાકિસ્તાનને ખુશ રાખવા માટે ભારત સાથે દુશ્મની વ્હોરી રહેલાં બાંગ્લાદેશને તેની કૃતઘ્નતાનો બરોબરનો જવાબ મળી ગયો છે.
બાંગ્લાદેશના વિજ્ઞાાન અને ટેકનોલોજી મંત્રી ફકીર મહેબૂબ અનામે એ.એન.આઈ.ને ફોન પર જણાવ્યું હતું કે રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાંટ માટે રશિયાથી યુરેનિયમ લઇ આવતું વિમાન વાસ્તવમાં તો ૨૪મી સપ્ટેમ્બરે જ આવી પહોંચવાની આશા હતી, પરંતુ પાકિસ્તાને એરસ્પેસ ક્લિયરન્સ નહીં આપતાં હવે ઓક્ટોબરનાં પહેલાં સપ્તાહમાં તે મળી શકશે.
બાંગ્લાદેશના વિજ્ઞાાન અને ટેકનોલોજી મંત્રાલયના સંયુક્ત સચિવ શેખ મોહમ્મદ તૈહિદુલ ઇસ્લામે પણ તે હકીકતને પુષ્ટિ આપી હતી. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ રેડીયો એક્ટિવ પદાર્થ (યુરેનિયમ)ને સલામતીથી ઉતારવા એન પાવરપ્લાંટ સુધી લઇ જવા માટે બધી જ તૈયારીઓ અમે કરી રાખી હતી. પરંતુ પાકિસ્તાનનાં તે પગલાંથી હવે કોઈ બીજા માર્ગે ઓક્ટોબરનાં પહેલા સપ્તાહમાં તે યુરેનિયમ અહીં આવી શકશે. તે માટે રેડીયેશન શિલ્ડેડ કન્ટેનર્સ ભારે સુરક્ષા વચ્ચે ઢાકાથી પાબના સ્થિત પ્લાંટ સુધી પહોંચાડાશે.
આ પાવર પ્લાંટ તથા તે પહેલાં પણ બનેલો પાવર પ્લાંટ રશિયાની રોઝાટોમ નામક સરકારી કંપનીની મદદથી બનાવાયા છે. તેની દેખભાળ પણ તે કંપનીના વિજ્ઞાાનીઓ કરી રહ્યા છે પરંતુ તેમની સાથે બાંગ્લાદેશના એટમિક એનર્જી કમીશનના વિજ્ઞાાનીઓ કરી રહ્યા છે. તે બંનેન ી ક્ષમતા ૨૪૦૦ મેગાવોટ જેટલી થશે.




