ભારત સાથે વેપાર બંધ થવાથી પાકિસ્તાનને 40 અબજ ડોલરનું નુકસાન, હવે કરી મોટી અપીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Suffers 40 Billion Loss Due To Trade: ભારત સાથે વેપાર બંધ થવાને કારણે પાકિસ્તાનને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. પાકિસ્તાન-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ એટલે કે PIBCના અધ્યક્ષ નૂર મોહમ્મદ કસૂરીએ દાવો કર્યો છે કે, વર્ષ 2019માં પુલવામા આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે વેપાર બંધ થવાથી પાકિસ્તાનને અત્યાર સુધીમાં આશરે 40 અબજ ડોલર એટલે કે 4,000 કરોડ ડોલરનું નુકસાન થયું છે. તેમણે ભારત અને પાકિસ્તાનને એકવાર ફરી વેપારી સંબંધો શરૂ કરવાની અપીલ કરી છે.
પાકિસ્તાનને કઈ રીતે થઈ રહ્યું છે નુકસાન?
નૂર મોહમ્મદ કસૂરીના જણાવ્યા મુજબ, ભારત સાથે વેપાર બંધ થયા બાદ પાકિસ્તાની કંપનીઓએ જરૂરી સામાન અને કાચો માલ અન્ય દેશોમાંથી ખરીદવો પડી રહ્યો છે, જેના કારણે પરિવહન ખર્ચ અને સમય બંને વધી ગયા છે.
દવા ઉદ્યોગ: પાકિસ્તાનનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અગાઉ ભારતમાંથી જરૂરી કાચો માલ ખરીદતો હતો, પરંતુ હવે અન્ય દેશોમાંથી આયાત કરવાથી ખર્ચ ખૂબ વધી ગયો છે. કસૂરીના દાવા મુજબ, જો ભારતથી આયાત ફરી શરૂ થાય તો પાકિસ્તાન દર વર્ષે 2 થી 3 અબજ ડોલર સુધીની બચત કરી શકે છે.
કાપડ ઉદ્યોગ: પાકિસ્તાનમાં કપાસનું ઉત્પાદન ઘટવાને કારણે કાપડ કંપનીઓએ બ્રાઝિલ, ઈજીપ્ત, ચીન અને અમેરિકાથી કપાસ ખરીદવો પડી રહ્યો છે, જેનાથી આશરે 5 અબજ ડોલરનો વધારાનો ખર્ચ થયો છે.
ભારત પાસેથી કઈ ચીજવસ્તુઓ મંગાવી શકે છે પાકિસ્તાન?
કસૂરીના મતે, પાકિસ્તાન ભારત પાસેથી ખાંડ, ખાતર, સિમેન્ટ, પેટ્રોલિયમ ઉત્પાદનો, લોખંડ-સ્ટીલ, શાકભાજી અને ભારે મશીનરી ખરીદી શકે છે. ભારતની તેલ રિફાઇનરીઓ પાકિસ્તાનની ઘણી નજીક હોવાથી, ભારતમાંથી પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદવાથી પાકિસ્તાનને ઓછો ખર્ચ થશે અને સામાન પણ ઝડપથી પહોંચી શકશે.




