World

પાકિસ્તાનમાં ઈંધણ બોમ્બ ફૂટ્યો! પેટ્રોલનો ભાવ 458 અને ડીઝલ 520 રૂપિયા પ્રતિ લિટર મોંઘો

By GS TEAM
3 Apr 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં ઓઇલની કિંમતો બેકાબૂ બની છે, જેની સીધી અને ગંભીર અસર પાકિસ્તાન પર પણ પડી છે. પાકિસ્તાન સરકારે એક મહિનામાં બીજી વખત ઈંધણના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. નવા ભાવ મુજબ ડીઝલમાં 54.9%નો તોતિંગ વધારો કરાતા હવે તે પ્રતિ લિટર 520.35 પાકિસ્તાની રૂપિયા અને પેટ્રોલમાં 42.7%ના વધારા સાથે પ્રતિ લિટર 458.40 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગયું છે. પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે સ્પષ્ટ કર્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવ કાબૂ બહાર જઈ રહ્યા હોવાથી આ ભાવવધારો કરવો અનિવાર્ય હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં ઈંધણ બોમ્બ ફૂટ્યો! પેટ્રોલનો ભાવ 458 અને ડીઝલ 520 રૂપિયા પ્રતિ લિટર મોંઘો

Pakistan Fuel Crisis: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં ઓઇલની કિંમતો બેકાબૂ બની છે, જેની સીધી અને ગંભીર અસર પાકિસ્તાન પર પણ પડી છે. પાકિસ્તાન સરકારે એક મહિનામાં બીજી વખત ઈંધણના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. નવા ભાવ મુજબ ડીઝલમાં 54.9%નો તોતિંગ વધારો કરાતા હવે તે પ્રતિ લિટર 520.35 પાકિસ્તાની રૂપિયા અને પેટ્રોલમાં 42.7%ના વધારા સાથે પ્રતિ લિટર 458.40 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગયું છે. પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે સ્પષ્ટ કર્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવ કાબૂ બહાર જઈ રહ્યા હોવાથી આ ભાવવધારો કરવો અનિવાર્ય હતો.

સાઉદી અને UAEથી આવતું ઓઇલ અટક્યું

પાકિસ્તાન પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ઓઇલ સાઉદી અરેબિયા અને યુએઈ(UAE) પાસેથી મેળવે છે, જે હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગેથી આવે છે. યુદ્ધને કારણે આ સપ્લાય ચેઈન ખોરવાતા પાકિસ્તાન જેવી નબળી અર્થવ્યવસ્થા ધરાવતા દેશ પર ભારે દબાણ આવ્યું છે. સરકારે અગાઉના ત્રણ અઠવાડિયામાં 129 અબજ રૂપિયાની સબસિડી આપી હતી, પરંતુ હવે મર્યાદિત સંસાધનોને કારણે આ બોજ ઉઠાવવો શક્ય રહ્યો નથી. આ સંકટની સૌથી વધુ અસર ગરીબ જનતા અને ખેતી ક્ષેત્ર પર પડવાની શક્યતા છે, જે પાકિસ્તાનના જીડીપીમાં 24% જેટલો હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો: ઈરાન સામેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો અચાનક જ મોટો નિર્ણય, સૈન્ય પ્રમુખને 'બળજબરીપૂર્વક નિવૃત્ત' કર્યા

પાકિસ્તાન માટે આવનારો સમય વધુ મુશ્કેલ બનશે

જનતાને થોડી રાહત આપવા માટે નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબે કેટલીક જાહેરાતો કરી છે. જેમાં ટુ-વ્હીલર ચલાવતા લોકોને દર મહિને મહત્તમ 20 લિટર સુધી પેટ્રોલ પર પ્રતિ લિટર 100 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત, નાના ખેડૂતોને એક વખત માટે પ્રતિ એકર 1500 રૂપિયાની સબસિડી આપવાની પણ જાહેરાત કરાઈ છે. જોકે, વૈશ્વિક સ્તરે ઓઇલના ભાવ હજુ પણ વધી રહ્યા છે, ખાસ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિડલ ઈસ્ટમાં સૈન્ય કાર્યવાહી તેજ કરવાના સંકેતો બાદ બ્રન્ટ ક્રૂડના ભાવમાં 7 %થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જે આવનારા સમયમાં પાકિસ્તાન માટે વધુ મુશ્કેલીઓ સર્જી શકે છે.