World

પાકિસ્તાન ક્લિન બોલ્ડ : તાલિબાને રશિયા સાથે સમજૂતી કરી લીધી : ભારત માટે ખુશખબર

By GS Team
30 May 20262 mins read
પાકિસ્તાન ક્લિન બોલ્ડ : તાલિબાને રશિયા સાથે સમજૂતી કરી લીધી : ભારત માટે ખુશખબર

- તાલિબાન અને રશિયા વચ્ચે સૈન્ય, સહયોગ સમજૂતી, દક્ષિણ એશિયામાં રાજકીય સમીકરણો બદલી શકે તેમ છે : પાકિસ્તાન ખરેખરું મૂંઝાઈ રહ્યું છે

નવી દિલ્હી : રશિયા અને તાલિબાનો વચ્ચે થયેલી સૈન્ય સમજૂતીએ દક્ષિણ એશિયાની રાજનીતિમાં હલચલ પેદા કરી છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને રશિયાએ વિધિવત સરકારના આવ્યાના એક વર્ષમાં જ રશિયાએ તેની સાથે સૈન્ય સમજૂતી કરી લીધી છે.

રશિયાનું આ પગલું દક્ષિણ એશિયાની બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિ બદલી નાખી છે. પાકિસ્તાન તો ક્લીન બોલ્ડ થઇ ગયું છે. જ્યારે ભારત માટે આ પરિસ્થિતિ સુવિધાજનક છે. મહત્વની પણ છે.

રીપોર્ટ પ્રમાણે બુધવારે મોસ્કોમાં આયોજિત ઇન્ટરનેશનલ સિક્યોરિટી ફોરમની બેઠક દરમિયાન અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રી મોહમ્મદ યાકુબ અને રશિયાની સુરક્ષા પરિષદના સચીવ અર્ગેઇ શોઇયુ વચ્ચે આ સમજૂતી ઉપર મહોર લાગી ગઈ છે. જો કે તેની વિગતો જાહેર કરાઇ નથી.

અફઘાન મંત્રીએ બંને દેશોના સંબંધોના વિસ્તારની દિશામાં આ સમજૂતીને મહત્વનું પગલું કહ્યું છે. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાન અને રશિયા વચ્ચે તો વર્ષોથી સંબંધો રહેલા જ છે, જે આગળ વધારવાના છે.

આ ઘટના રશિયા અને અફઘાનિસ્તાન વચ્ચે સંબંધોમાં નવો વળાંક દર્શાવે છે. ૧૯૭૯માં રશિયાએ અફઘાનિસ્તાન ઉપર આક્રમણ કર્યા પછી મુજાહીદ્દીનોએ, તાલિબાનો બનાવ્યા અને એક દશક સુધી યુધ્ધ ચાલ્યું હતું. પશ્ચિમી દેશો તે સમયે તાલિબાનોને પુષ્ટિ આપતા હતા. તે જ તાલિબાનો તેમની સામે પડયા. જે પાકિસ્તાન દ્વારા તાલિબાનોની રચના કરાઈ તે જ તાલિબાનો તેની સામે પડતાં પાકિસ્તાન ક્લિન બોલ્ડ થઈ ગયું છે. જે ભારતના લાભમાં છે.