આ ખાસ હથિયારના બદલામાં આખું ગ્વાદર પોર્ટ ચીનને સોંપી દેવા તૈયાર હતું પાકિસ્તાન: અમેરિકાના રિપોર્ટમાં ઘટસ્ફોટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan China Secret Submarine Deal: પાકિસ્તાનનું સમગ્ર સંરક્ષણ તંત્ર હંમેશા ઉધારી અને ટૅક્નોલૉજીની ચોરી પર નિર્ભર રહ્યું છે તે વાત ફરી એકવાર વૈશ્વિક મંચ પર સાબિત થઈ છે. અમેરિકાની સ્વતંત્ર ન્યૂઝ વેબસાઇટ ડ્રોપ સાઇટ ન્યૂઝે (Drop Site News) પાકિસ્તાનના અત્યંત ગુપ્ત સૈન્ય દસ્તાવેજોના આધારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ અહેવાલ અનુસાર, વર્ષ 2024માં પાકિસ્તાની આર્મી ચીફ જનરલ આસિમ મુનીર ચીન પાસેથી પરમાણુ સબમરીન મેળવવાના બદલામાં વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવો પોતાનો ગ્વાદર પોર્ટ ચીની સેનાને કાયમી સૈન્ય અડ્ડો બનાવવા માટે સોંપવાની ગુપ્ત યોજના બનાવી રહ્યા હતા.
શું છે આસિમ મુનીરનો ગુપ્ત પ્લાન અને સેકન્ડ સ્ટ્રાઇક ક્ષમતા?
અહેવાલ અનુસાર, વર્ષ 2024ની શરૂઆતમાં પાકિસ્તાને બેજિંગને ખાનગીમાં ખાતરી આપી હતી કે, તે ગ્વાદર બંદરને ચીની સેના માટે કાયમી બેઝ તરીકે વિકસાવવા દેશે. તેના બદલામાં પાકિસ્તાને ચીન પાસે એવી પરમાણુ સબમરીનની માગ કરી હતી. જે પરમાણુ હુમલો કરવા સક્ષમ હોય.
સેકન્ડ સ્ટ્રાઇક એટલે શું?
આ સૈન્ય ક્ષમતાનો અર્થ એ થાય છે કે, જો દુશ્મન દેશ કોઈ દેશ પર પહેલો પરમાણુ હુમલો કરીને તેના જમીન અને હવાઈ માધ્યમના તમામ પરમાણુ હથિયારો નષ્ટ કરી દે, તો પણ તે દેશ પાસે સમુદ્રના પેટાળમાં એવી શક્તિશાળી પરમાણુ સબમરીન છુપાયેલી હોય જે દુશ્મન પર વળતો અને એટલો જ ઘાતક પરમાણુ હુમલો કરી શકે. પાકિસ્તાન આ ક્ષમતા મેળવીને 'ન્યુક્લિયર ટ્રાયડ' (જળ, નભ અને થળ પરમાણુ હુમલો કરવાની શક્તિ) પૂર્ણ કરવા માંગતું હતું, પરંતુ ચીને આ માગને અયોગ્ય ગણાવીને આ સોદો અટકાવી દીધો હતો.
આ પણ વાંચો : AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી... PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ
ચીની માલના જોરે જ કૂદતું આવ્યું છે પાકિસ્તાન
પાકિસ્તાન પાસે સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવાની કોઈ સ્વનિર્ભર ટૅક્નોલૉજી કે આર્થિક તાકાત નથી. અત્યાર સુધી તે ચીનની મદદ પર જ નભતું આવ્યું છે. 1970-1980ના દાયકામાં ચીને પાકિસ્તાનને પરમાણુ બોમ્બ બનાવવા માટે અત્યંત સમૃદ્ધ યુરેનિયમ અને 'CHIC-4' નામના પરમાણુ હથિયારની બ્લૂપ્રિન્ટ (નકશા) ગુપ્ત રીતે આપ્યા હતા.
1990ના દાયકામાં ચીને પાકિસ્તાનને મધ્યમ અંતરની 'M-11' બેલિસ્ટિક મિસાઇલો વેચી હતી, જેના કારણે પાકિસ્તાન જમીન અને હવામાંથી પરમાણુ હુમલો કરવા સક્ષમ બન્યું. હાલમાં વિશ્વના માત્ર 6 દેશો પાસે જ પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન આધારિત દરિયાઈ પરમાણુ શક્તિ છે. જેમાં અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન અને ભારત સામેલ છે.
અમેરિકા અને ચીન વચ્ચે પાકિસ્તાનની બેવડી રમત
ડ્રોપ સાઇટ ન્યૂઝના લેટેસ્ટ અહેવાલો દર્શાવે છે કે, પાકિસ્તાન પોતાના બે વ્યૂહાત્મક ભાગીદારો ચીન અને અમેરિકા સાથે બહુ મોટી રાજકીય અને સૈન્ય જોડતોડ કરી રહ્યા છે.
અમેરિકા તરફ ઝુકાવ
નવેમ્બર 2022માં આર્મી ચીફ બનેલા આસિમ મુનીરે પાકિસ્તાનને ચીનથી થોડું દૂર કરીને અમેરિકાની નજીક લાવવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનમાં સીપીઈસી (CPEC) પ્રોજેક્ટ પર કામ કરતાં ચીની નાગરિકોની સુરક્ષા પ્રત્યે પણ મુનીરે ઉદાસીનતા દાખવી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મુનીર માટે માય ફેવરિટ ફીલ્ડ માર્શલ જેવા શબ્દોનો પ્રયોગ અને ઈરાન-અમેરિકા મધ્યસ્થીમાં પાકિસ્તાનની ભૂમિકા આ બાબતની સાક્ષી પૂરે છે. પાકિસ્તાન ભલે અમેરિકા સાથે સંબંધો સુધારી રહ્યું હોય, પરંતુ 2024ના દસ્તાવેજો સાબિત કરે છે કે, તે ચીન સાથે પણ સબમરીન માટે સોદો કરવા કાવાદાવા કરી રહ્યું હતું. જોકે, ચીન સાથેનો આ ત્રણ તબક્કાનો સબમરીન સોદો હાલ પૂરતો વિખેરાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે.









