World

10મી વખત દુનિયાની નંબર-1 યુનિવર્સિટી બની ઓક્સફર્ડ, ટોપ-100માં ભારતની એકેય નહીં

By GS TEAM
9 Oct 20252 mins read
TukuTouch Logo
ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE)એ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026 જાહેર કરી દીધી છે અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ફરી એકવાર વિશ્વની નંબર-1 યુનિવર્સિટી બની છે. ઓક્સફર્ડ ઓવરઓલ 98.2 સ્કોર સાથે નંબર-1 પર છે. સતત દસમાં વર્ષે ઓક્સફર્ડે આ પ્રતિષ્ઠિત સ્થાન હાંસલ કર્યું છે. રેન્કિંગમાં ચીનની સિંઘુઆ યુનિવર્સિટી સતત ત્રીજા વર્ષે 12મા સંથાન પર રહી છે, જ્યારે પેકિંગ યુનિવર્સિટી 13મા સ્થાન પર છે. ખાસ વાત એ છે કે, આ વખતે ટોપ-100 યુનિવર્સિટીમાં ભારતની એક પણ યુનિવર્સિટી સામેલ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

10મી વખત દુનિયાની નંબર-1 યુનિવર્સિટી બની ઓક્સફર્ડ, ટોપ-100માં ભારતની એકેય નહીં

Oxford Becomes World's Number 1 University: ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE)એ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026 જાહેર કરી દીધી છે અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ફરી એકવાર વિશ્વની નંબર-1 યુનિવર્સિટી બની છે. ઓક્સફર્ડ ઓવરઓલ 98.2 સ્કોર સાથે નંબર-1 પર છે. સતત દસમાં વર્ષે ઓક્સફર્ડે આ પ્રતિષ્ઠિત સ્થાન હાંસલ કર્યું છે. રેન્કિંગમાં ચીનની સિંઘુઆ યુનિવર્સિટી સતત ત્રીજા વર્ષે 12મા સંથાન પર રહી છે, જ્યારે પેકિંગ યુનિવર્સિટી 13મા સ્થાન પર છે. ખાસ વાત એ છે કે, આ વખતે ટોપ-100 યુનિવર્સિટીમાં ભારતની એક પણ યુનિવર્સિટી સામેલ નથી.

14 વર્ષમાં પહેલી વાર એશિયન યુનિવર્સિટીઓના પ્રદર્શનમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય યુનિવર્સિટી ટોપ-100માં નથી. તેમ છતાં સૂચિબદ્ધ યુનિવર્સિટીઓની કુલ સંખ્યામાં ભારત અમેરિકા પછી બીજા સ્થાન પર છે. ચીને 13 યુનિવર્સિટીઓ સાથે પોતાનું સ્થાન મજબૂત રાખ્યું છે. નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર (NUS) આ વખતે 17માં નંબર પર રહી છે. 

અમેરિકાનો દબદબો

ટોપ-10માં યુનિવર્સિટીઓમાં સાત અમેરિકાની યુનિવર્સિટીઓ સામેલ છે. મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) બીજા સ્થાન પર છે. પ્રિન્સટન યુનિવર્સિટીએ આ વખતે સંયુક્ત રીતે ત્રીજા સ્થાન પર પહોંચીને અત્યાર સુધીનું સર્વોચ્ચ રેન્કિંગ હાંસલ કર્યું છે. ગત વર્ષની સરખામણીમાં ટોપ-20 યુનિવર્સિટીઓમાં 6 યુનિવર્સિટીઓની સંખ્યા ઘટી ગઈ છે. ટોપ-100 યુનિવર્સિટીઓમાં અમેરિકાની યુનિવર્સિટીઓની સંખ્યા 35 રહી ગઈ છે, જ્યારે ટોપ-500માં કુલ 102 અમેરિકન સંસ્થા સામેલ છે, જે અત્યાર સુધીનો સૌથી ઓછો રેકોર્ડ છે. 

આ પણ વાંચો: યુકેની 9 યુનિવર્સિટી ભારતમાં ખોલશે કેમ્પસ, ઐતિહાસિક ટ્રેડ ડીલ બાદ સ્ટાર્મરની પ્રથમ ભારત યાત્રા

બ્રિટનની સ્થિતિ

ટોપ-10માં બ્રિટનની 3 યુનિવર્સિટીઓ સામેલ છે. ઓક્સફર્ડ પ્રથમ સ્થાન પર છે, કેમ્બ્રિજ ત્રીજા સ્થાન પર છે અને ઈમ્પિરિયલ કોલેજ લંડન આઠમા સથાન પર છે. યુકેના 105 રેન્ક વાળી યુનિવર્સિટીઓમાંથી 27%ની રેન્કિંગમાં ઘટાડો આવ્યો છે અને માત્ર 12% યુનિવર્સિટીઓમાં જ સુધારો જોવા મળ્યો છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE) 52માં સ્થાન પર છે અને યુનિવર્સિટી ઓફ વોરવિક 122માં સ્થાન પર છે. 

ભારતીય યુનિવર્સિટીની સ્થિતિ

ભારતીય યુનિવર્સિટીની સ્થિતિ આ રેન્કિંગમાં નિરાશાજનક રહી છે. ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc) ને 201-250ની વચ્ચે સ્થાન મળ્યું છે. જામિયા મિલિયા ઈસ્લામિયા 401-500, બનારસ હિન્દુ યુનિવર્સિટી 501-600, IIT ઈન્દોર 501-600, મહાત્મા ગાંધી યુનિવર્સિટી 501-600 અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી 601-800 રેન્કમાં સામેલ છે. આ દર્શાવે છે કે ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ હજુ પણ વૈશ્વિક મંચ પર તેમના પ્રદર્શનમાં સુધારો કરી શકે છે.