2 લાખથી વધુ લોકોએ H-1B વિઝા મેળવવા એક લાખ ડૉલર ચૂકવ્યા, 2.86 લાખ લોકોએ કરી અરજી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

H-1B visa 2026: નાણાકીય વર્ષ 2026માં અમેરિકામાં કામ કરવા માટે H-1B વિઝા મેળવવા માંગતા બે લાખથી વધારે અરજકર્તાઓએ એક લાખ ડૉલર ચૂકવવાનો વિકલ્પ પસંદ કર્યો હતો તેમ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યુરિટી(ડીએચએસ)ના સેક્રેટરી માર્કવેવ મુલિને જણાવ્યું હતું.
નાણાકીય વર્ષ 2026માં H-1B વિઝા માટે રૅકોર્ડ અરજીઓ
સેનેટ એપ્રોપ્રિએશન્સ સબ કમિટી સામે વાતચીત દરમિયાન મુલિને જણાવ્યું હતું કે, ડીએચએસ(DHS)ને નાણાકીય વર્ષ 2026માં અત્યાર સુધીમાં એચ-1બી વિઝા માટે કુલ 2,86,000(2.86 લાખ) અરજીઓ મળી છે. આશ્ચર્યની વાત એ છે કે, તેમાંથી 2,00,000થી વધુ અરજકર્તાઓએ અમેરિકા આવવા માટે એક લાખ ડૉલરની વધારાની ચૂકવણી કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. મુલિને વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, આ રીતે એક લાખ ડૉલર ચૂકવનારા લોકોના દસ્તાવેજો માત્ર 15 દિવસમાં જ પ્રોસેસ થઈ જાય છે, જ્યારે સામાન્ય પ્રક્રિયા પસંદ કરનારા અન્ય અરજકર્તાઓના વિઝા પ્રોસેસ થવામાં 7.5 મહિના જેટલો લાંબો સમય લાગે છે.
ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં શિક્ષકોની ભારે અછત
બીજી તરફ, અલાસ્કાના રિપબ્લિકન સેનેટર લિસા મુર્કોવ્સ્કીએ પોતાના રાજ્યના ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં શિક્ષકોની ભારે અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મુલિનને સ્પષ્ટ જણાવ્યું હતું કે, શિક્ષકો માટે એચ-1બી વિઝાના નિયમો અંગે તેમણે અગાઉ જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા, તે વિશે તેઓ આગળ પણ ચર્ચા ચાલુ રાખશે. આ જ મુદ્દાને આગળ વધારતા, અન્ય અમેરિકન સેનેટર સુસાન કોલિન્સે પણ મુલિન સમક્ષ દેશના ગ્રામીણ વિસ્તારોમાં ડૉક્ટરોની ચાલી રહેલી મોટી અછતનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો.
કોલિન્સે જ્યારે મુલિનને પૂછ્યું કે શું મેડિકલ પ્રોફેશનલને આ ફીમાં મુક્તિ આપવા માટે વિચારવામાં આવશે? તો તેમણે જણાવ્યું હતું કે મારું માનવું છે કે કોઈ અન્ય દેશમાંથી કોમ્પ્યુટર નિષ્ણાતને ધનિક કેલિફોર્નિયા અને સિલિકોન વેલીમાં કામ કરવા માટે બોલાવવા અને ઉત્તરી મેનની કોઈ ગ્રામીણ હોસ્પિટલમાં કામ કરવા માટે એક ખૂબ જ જરૂરી સર્જનને બોલાવવામાં ઘણો મોટો તફાવત છે.









