World

દેશના શહેરોમાં સેના મોકલવાનો હુકમ ગેરકાયદે : સુપ્રીમનો ટ્રમ્પને આંચકો

By GS TEAM
8 Nov 20251 min read
દેશના શહેરોમાં સેના મોકલવાનો હુકમ ગેરકાયદે : સુપ્રીમનો ટ્રમ્પને આંચકો

'પોસે-કોમીસ્ટેટસ એકટ' સંધીય કાનૂન છે, જે દેશની આંતરિક બાબતોમાં સેનાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકે છે

વોશિંગ્ટન: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઓક્ટોબરમાં કોર્ટે એક ઝટકો આપ્યો હતો. તે દરમિયાન સંધીય અપીલ કોર્ટે પોતાના જ દેશમાં સેના તૈનાત કરવા ઉપર પ્રતિબંધ મુક્યો હતો. આ પ્રકારના જ એક મામલામાં હમણાં જ કોર્ટે ફરી એકવાર ટ્રમ્પને ઝટકો આપતા પોતાના જ દેશમાં સેના મોકલવાના હુકમને ગેરકાયદે દર્શાવ્યો હતો. આ પૂર્વે ઓરેગોન અને પોર્ટલેન્ડ શહેરોમાં ૨૦૦ નેશનલ ગાર્ડસ તૈનાત કરવા ટ્રમ્પે આદેશ આપ્યો હતો. તેની ઉપર પણ કોર્ટે પ્રતિબંધ મુક્યો હતો.

ટ્રમ્પે લગાડેલા ટેરિફ વિરૂદ્ધ થોડા દિવસ પહેલાં જ કોર્ટમાં એક અરજી દાખલ કરાઈ હતી. તે અંગે ફેંસલો આવતાં પહેલાં ટ્રમ્પ થોડા ટેન્શનમાં હતા. તે ફેસલો આવે તે પહેલાં કોર્ટે ટ્રમ્પને એક વધુ ઝટકો આપી દીધો હતો. જેમાં દેશમાં જ સેના તૈનાત કરવાના ટ્રમ્પના હુકમને કોર્ટે ગેરકાયદે દર્શાવ્યો હતો.

ગયા મહિને ઓક્ટોબરમાં ટ્રમ્પે ઓરેગોન અને પોર્ટલેન્ડ શહેરમાં ૨૦૦ જેટલા નેશનલ ગાર્ડ સૈનિકો મોકલવા ઉપર કોર્ટે 'રોક' મુકી હતી. તેમાં કહ્યું હતું કે ત્યાં સેના મોકલવા માટે કોઈ પુરાવા જ નથી.

મૂળ વાત તે છે કે, 'પોસ કોમીસ્ટેટસ એક્ટ' નામક સંધીય કાનૂન દેશની આંતરિક બાબતોમાં સેનાનો ઉપયોગ કરવાની મંજૂરી આપતો નથી. તેમાં તેમ પણ કહેવાયું છે કે, તેથી વ્યક્તિગત સ્વાતંત્ર્ય ઉપર ખતરો ઉભો થઈ શકે છે.