World

ઓરેકલ 30,000 કર્મચારીઓની છટણી કરશે, ઓપન એઆઈમાં 156 અબજ ડોલરનું રોકાણ ભારે પડતા કાપ મૂકાશે

By GS TEAM
3 Feb 20262 mins read
TukuTouch Logo
ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) હાલમાં ગંભીર આર્થિક દબાણ હેઠળ હોય તેમ જણાય છે. ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ કંપની ટીડી કોવેનના અહેવાલ મુજબ, ઓરેકલ 30,000 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી હકાલપટ્ટી કરવાની યોજના ઘડી છે. આ આશ્ચર્યજનક નિર્ણય પાછળનું મુખ્ય કારણ સામ ઓલ્ટમેનની કંપની 'OpenAI' સાથેની અબજો ડોલરની ભાગીદારી હોવાનું માનવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓરેકલ 30,000 કર્મચારીઓની છટણી કરશે, ઓપન એઆઈમાં 156 અબજ ડોલરનું રોકાણ ભારે પડતા કાપ મૂકાશે

Oracle Lay Off: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) હાલમાં ગંભીર આર્થિક દબાણ હેઠળ હોય તેમ જણાય છે. ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ કંપની ટીડી કોવેનના અહેવાલ મુજબ, ઓરેકલ 30,000 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી હકાલપટ્ટી કરવાની યોજના ઘડી છે. આ આશ્ચર્યજનક નિર્ણય પાછળનું મુખ્ય કારણ સામ ઓલ્ટમેનની કંપની 'OpenAI' સાથેની અબજો ડોલરની ભાગીદારી હોવાનું માનવામાં આવે છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લગતી ડીલ ભારે પડી 

OpenAI સાથેની ડીલ ‘ઓરેકલ’ને આર્થિક રીતે નડી રહી છે? અહેવાલ મુજબ, ઓરેકલ અને OpenAI વચ્ચે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે આશરે 156 અબજ ડૉલરની ભાગીદારી કરી છે, જે કંપની માટે અત્યંત ખર્ચાળ સાબિત થઈ રહી છે. આ ભાગીદારીને જાળવી રાખવા અને AI ડેટા સેન્ટર્સના નેટવર્કને ઊભું કરવા માટે કંપનીને મોટા પાયે રોકડની જરૂર છે. તેથી ઓરેકલ આ છટણી કરીને આશરે આઠથી 10 અબજ ડૉલરનો કેશ ફ્લો (Cash Flow) બચાવવા માંગે છે, જેથી તે આ ખર્ચને પહોંચી વળે.

કંપની પર દેવાનો ડુંગર અને માર્કેટ કેપમાં ઘટાડો 

ઓરેકલે માત્ર છેલ્લા બે મહિનામાં ડેટા સેન્ટર્સ બનાવવા માટે 58 અબજ ડૉલરનું દેવું કર્યું છે. હાલ કંપની પર કુલ દેવું 100 અબજ ડોલરને પાર કરી ગયું છે. આ સ્થિતિની સીધી અસર કંપનીના શેર પર પણ જોવા મળી છે. સપ્ટેમ્બર 2025થી અત્યાર સુધી ઓરેકલના શેરના મૂલ્યમાં 50% થી વધુનો ઘટાડો થયો છે, જેના કારણે કંપનીએ આશરે 463 અબજ ડોલરની માર્કેટ કેપ ગુમાવી છે.

અમેરિકાની બેંકો ઓરેકલને લોન નથી આપતી 

અમેરિકાની અનેક બેંકોએ ઓરેકલના ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ માટે લોન આપવાનું ઓછું કરી દીધું છે અથવા વ્યાજદરમાં ધરખમ વધારો કર્યો છે. આ સ્થિતિમાં આર્થિક તંગીને કારણે હવે ઓરેકલ નવા ગ્રાહકો પાસેથી કોન્ટ્રાક્ટની 40% રકમ એડવાન્સમાં માંગી રહ્યું છે. કંપનીએ 2022માં 28.3 અબજ ડોલરમાં ખરીદેલી હેલ્થકેર સોફ્ટવેર યુનિટ 'Cerner' ને પણ વેચવાની વિચારણા કરી રહી છે. OpenAI એ તેની તાત્કાલિક જરૂરિયાતો માટે માઈક્રોસોફ્ટ અને એમેઝોન તરફ વળવાનું શરૂ કર્યું હોવાના પણ અહેવાલ છે, જે ઓરેકલ માટે ચિંતાનો વિષય છે.

નોંધનીય છે કે, જો ઓરેકલ આટલી મોટી સંખ્યામાં છટણી કરશે, તો તે ટેક ઉદ્યોગમાં અત્યાર સુધીના સૌથી મોટા કર્મચારી કાપમાંનો એક હશે. જો કે, કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.