World

હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
દુબઈથી મોટા સમાચાર છે કે યમન સરકારે હુથીઓ સામે મોટું સૈન્ય ઓપરેશન શરૂ કર્યું છે. યમનમાંથી બળવાખોર જુથ અને ઈરાન સમર્થક હુથીઓનો સફાયો કરવાનો આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. યમનની સત્તાધારી કાઉન્સિલના હેડ રશદ અલ અલીમીએ જાહેરાત કરી કે હુથીઓના કબજા હેઠળના તમામ વિસ્તારો મુક્ત કરાશે. સાઉદી અરબમાંથી તેમણે સાઉદી સમર્થન પણ માંગ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું

દુબઇ : યમન સરકાર દ્વારા હુથીઓ સામે મોટું સૈન્ય ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય યમનમાંથી બળવાખોર જુથ અને ઇરાન સમર્થક હુથીઓનો સફાયો કરવાનો છે. યમનમાં જેટલા પણ વિસ્તારો હાલ હુથીઓના કબજામાં છે તેને છોડાવવામાં આવશે તેવી જાહેરાત યમનની સત્તાધારી કાઉન્સિલના હેડ રશદ અલ અલીમી દ્વારા કરાઇ હતી.
સાઉદી અરબમાંથી વાત કરતી વખતે યમનના નેતા રશદ અલ અલીમીએ કહ્યું હતું કે સાઉદી સમર્થક યમન સરકારને હુથીઓ સામેના ઓપરેશનમાં મદદ કરવામાં આવે. તાજેતરમાં હુથીઓ દ્વારા યમનનો મોટો વિસ્તાર કબજે કરી લેવામાં આવ્યો છે. જેમાં રેડ સી કોસ્ટ અને એક ખાડીનો પણ સમાવેશ થાય છે. હુથીઓને ઇરાનનું સમર્થન છે જ્યારે યમન સરકારને સાઉદી સરકારનું સમર્થન છે.
હાલ હુથીઓ અમેરિકાના જહાજો ઓઇલ ટેન્કરોને પણ નિશાન બનાવી રહ્યા છે. એવામાં યમન સરકાર પર હુથીઓ સામે કાર્યવાહી માટે દબાણ વધી રહ્યું છે.
બીજી તરફ હુથીઓના સૈન્યના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહયા સરીએ કહ્યું હતું કે અમે સાઉદીના ઓઇલ મથકો પર ડ્રોનથી હુમલો કર્યો હતો. રિયાદમાં અરામકો ઓઇલ કંપની દ્વારા સંચાલિત પ્લાન્ટ પર આ હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો અહેવાલોમાં કરાયો છે. હુથીઓએ મધરાત્રે યમનની રાજધાની પર હુમલા કર્યા હતા. સાઉદી અરબ દ્વારા હુથીઓ પર એરસ્ટ્રાઇક કરવામાં આવી રહી છે એવા સમયે હુથીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં ગાઝામાં પણ ઇઝરાયેલ દ્વારા હુમલા યથાવત છે. રવિવારે સવારે જ ઇઝરાયેલ દ્વારા હુમલા કરાયા હતા જેમાં એક નાગરિકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૧૧ ઘાયલ થયા હતા. હોર્મુઝ ખાડીમાં પણ વિવાદ ચાલી રહ્યો છે, હોર્મુઝમાં એક ઓઇલ ટેન્કર પર પ્રોજેક્ટાઇલ દ્વારા હુમલો કરાયો હતો જેને પગલે આ ઓઇલ ટેન્કર હોર્મુઝની ખાડીમાં ફસાઇ ગયું છે, આ માહિતી બ્રિટન દ્વારા આપવામાં આવી હતી. જોકે આ હુમલો કોણે કર્યો તેને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી થઇ.