ફ્રાંસમાં શામોન્ડા વાયરસથી એકનું મૃત્યુ : પશુને લાગતો વાયરસ માનવીને પણ લાગ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મીડગે નામનાં જંતુ દ્વારા આ રોગ ફેલાય છે
- તબીબો કહે છે માનવીની રોગ પ્રતિકારક શક્તિ તૂટવાથી તે વાયરસ ઘા કરે છે : વ્હુ કહે છે તેથી થતો રોગ ફેલાવાની શક્યતા નથી
નવી દિલ્હી : ફ્રાંસમાં શામોન્ડા વાયરસથી એકનું મૃત્યુ નોંધાયું છે. વાસ્તવમાં આ વાયરસ મોટેભાગે તો ગાય, ઘેટા, બકરા કે ઘોડા જેવા પશુઓમાં જ જોવા મળે છે. માનવીમાં તે જોવા મળતો નથી, પરંતુ સંભવ તે છે કે, પશુને કરડી તેનું લોહી ખેંચી માનવીને જો મીજ જેવું જંતુ કરડે તો તેની માનવીને સીધી અસર થાય છે. પૂર્વ ફ્રાંસમાં શરૂ થયેલો પશુઓને લગતો આ વાયરસ રોગચાળો અત્યારે તો ફ્રાંસ ઉપરાંત ઓસ્ટ્રીયા, બેલ્જિયમ, ઇટાલી, આયર્લેન્ડ, પોર્ટુગલ, સ્લોવાનિયા, લીચેટેસ્ટીન, લકઝેમ્બર્ગ અને નેધરલેન્ડમાં ફેલાયો છે. તેમ ફ્રાંસનું પ્રાણી-પશુ તંદુરસ્તી અંગેનું સાપ્તાહિક હેલ્થ બુલેટિન જણાવે છે.
આ વાયરસ લાગવાથી પશુઓને અતિસાર (ઝાડા) થઇ જાય છે. પશુ નબળુ પડી જાય છે. તેની ભૂખ મરી જાય છે અને તેને તાવ ચઢે છે, દૂધ આપતા પશુ ૭૫ ટકા જેટલું દૂધ ઓછુ આપે છે.
આ રોગ પશુઓમાં સૌથી પહેલો નાઇજીરિયામાં ૧૯૬૦ના દાયકામાં જોવા મળ્યો હતો. યુરોપમાં શામોન્ડા સૌથી પહેલો જુલાઈના અંતમાં જોવા મળ્યો હતો. દક્ષિણ જર્મની, સ્વિત્ઝર્લેન્ડ અને પૂર્વ ફ્રાંસમાં જીનોમિક ટેસ્ટસ કરતાં પશુઓમાં તે જોવા મળ્યો હતો.
તકલીફ તે છે કે હજી સુધી શામોન્ડા રોગચાળો યુરોપીયન યુનિયન, એનિમલ હેલ્થ લો નીચે આવરી લેવાયો નથી. તેથી તેની વિષે સત્તાવાર દેખરેખ રાખવામાં આવતી નથી કે તેને અંકૂશિત રાખવા માટે પગલા પણ લેવાતા નથી. પરિણામે પૃથ્વી ઉપરનાં સ્વર્ગ સમાન હેલ્વેશિયા (સ્વિત્ઝર્લેન્ડ) અને લીએટેસ્ટિન જે સ્વિત્ઝર્લેન્ડની તદ્દન પૂર્વે રહેલી સ્વર્ગ સમાન ખીણમાં આવેલું છે. ત્યાં પણ આ ભયાવહ રોગચાળો પશુઓમાં ફેલાયો છે અને હવે માનવીને પણ લાગ્યો છે. તે માટે તબીબોનું કહેવું છે કે તે મીજ નામનું જંતુ આ રોગથી પીડીત પશુને લાગે અને તે માનવીને કરડે, તો માનવીને પણ તે રોગ થાય છે. તે રોગી માનવીને કરડેલું તે જંતુ બીજાને કરડે તો તેને પણ તે રોગ થાય છે.




