કોકપીટમાં નમાઝ પઢી ઓમાની પાયલટે મારા પર કુહાડીથી હુમલો કર્યો : સ્મિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તેલઅવીવ : ફ્લાયદુબઇની ફ્લાઈટમાં પાયલોટ સ્મિત મચ્છર ઉપર થયેલા હુમલાની વધુ વિગતો ધીમે ધીમે બહાર આવી રહી છે. આ હુમલા અંગે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્મિત સાથે ફોન પર વાત કરી હતી જેમાં સ્મિતે સમગ્ર ઘટનાક્રમનું વર્ણન કર્યું હતું. ગુજરાતી પાયલોટે જણાવ્યું હતું કે, કોકપીટમાં ઓમાની કો-પાયલોટે નમાજ પઢ્યા બાદ તેના પર કુહાડી જેવાં શસ્ત્રથી હુમલો કર્યો હતો. હુમલો કરનાર ઓમાની કો. પાયલોટ હમમ અલ હમ્મમીની યુએઇની તપાસ સંસ્થા પૂછપરછ કરી રહી છે.
ફ્લાય દુબઇની તે ફ્લાઇટમાં ૧૭૪ જેટલા કુલ યાત્રીઓ હતા. ૧૭૦ પ્રવાસીઓ, પાયલોટ અને બે અન્ય ક્રૂ હતા. તે વિમાનમાં મોટાભાગના યહૂદીઓ જ હતા. તેની સાથે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂયે વાતચીત કરી હતી.
નેતન્યાહૂએ ફોન પર કહ્યું ઃ નેતન્યાહૂ સ્પીકીંગ કેપ્ટન સ્મિત કેન યુ હીયર મી ?
કેપ્ટન સ્મિત જી, સર આપને સાંભળી શકું છું. આપ ઠીક તો છો ને ?
નેતન્યાહૂ ઃ હું ઠીક છું. તમોને કેવું લાગે છે ?
કે. સ્મિત ઃ ધીમે ધીમે સાજો થઇ રહ્યો છું.
નેતન્યાહૂ ઃ આભાર ઃ કેપ્ટન હું આપને અને મારા પ્રિયમિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા માગું છું કે અમારા આગામી સ્વાતંત્ર્ય દિને મશાલ પ્રગટાવો. આમ, ભારત અને ઇઝરાયેલ બંને બહાદૂર દેશોના સાચા નાયકો છે. સમગ્ર દુનિયાના નાયકો છે. તમો જણાવી શકશો કે તે બન્યું કઇ રીતે ?
કે. સ્મિત ઃ તે એક નિયમિત ઉડ્ડયન હતું. મારા કો પાયલોટે માગણી કરી કે હું નમાઝ પઢવા માગું છું. મેં કહ્યું ભલે ઃ અહીં અનેક લોકો નમાઝ પઢે જ છે, મને તેમાં કશું અસામાન્ય લાગ્યું નહીં. તે નમાઝ પઢતો હતો હું તો સામે જોતો હતો. ત્યાં અચાનક ચાર પાંચ મિનિટમાં જ મારાં માથાનાં પાછળના ભાગે ઘા વાગ્યો. મને થયું કે વિમાનમાં કશી ગરબડ હશે, વિમાનને ભારે નુકસાન થયું હશે. ત્યાં તો ઉપરા ઉપરી ઘા થવા લાગ્યા, એક પછી એક તેથી મને લાગ્યું કે વિમાનની ગરબડથી નહીં મારા સાથી પાયલોટ દ્વારા જ ઘા થઇ રહ્યો છે. મેં તેને રોકવાની કોશીશ કરી. પહેલા જ ઘા સાથે મને દેખાતું બંધ થઇ ગયું. બધું ધૂંધળું લાગતું હતું. વિમાન ઝડપભેર નીચે ઉતરી રહ્યું હતું.
કેપ્ટન મચ્છરે આગળ કહ્યું કે મને બધું ટુકડે ટુકડે યાદ છે મેં દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો પરંતુ તેણે ફરીથી બંધ કરી દીધો. મને યાદ છે કે હું કોકપીટની ફર્શ ઉપર પડયો હતો. મને વિમાનનો અવાજ અને લોકોની ચીસો સંભળાતી હતી. મેં અમારા રાજદૂતને જણાવ્યુ હતું તેમ મારી અંદરની લડાઈ તો હજી બાકી હતી. મેં વિચાર્યું કે જો હું આટલું પણ કામ નહીં કરૂં તો મરી જઈશ. હું ઊભો થઇ દરવાજા તરફ ગયો મેં પૂરી તાકાત તે માટે લગાડી દીધી, દરવાજા તરફ જઇ તે ખોલી નાખ્યો. શુક્ર છે કે બહાર તો લોકો તૂટી પડવા તૈયાર જ હતા, તેમણે કમાન્ડ સંભાળી લીધી પછીની વાત તો આપ જાણો છો સર. આ પછી નેતન્યાહૂએ કેપ્ટન સ્મિતને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇઝરાયલના સ્વાતંત્ર્ય દિને મશાલ પ્રગટાવવા આમંત્રણ પણ આપ્યું.




