- બુંડી-બુગ્યો વિષાણુથી ફેલાતા આ રોગ સામે રસી નથી, દવા નથી
- સૌથી મોટી મુશ્કેલી એ છે કે, ઇબોલા સંક્રમિતોને શોધવા મુશ્કેલ છે : 15 મેથી આ રોગ ફેલાયો છે : આ રોગ શ્વાસ દ્વારા સંક્રમિત થાય છે
નવી દિલ્હી : કોંગોના પૂર્વ ક્ષેત્રમાં ઇબોલા ગંભીર રૂપ લઈ રહ્યો છે. સંક્રમિતોની સંખ્યા ૧૦૦૩ પહોંચી છે, ૨૫૪ નાં મોત થયાં છે. પ્રશાસન માટે સંક્રમિતોના સંપર્કમાં આવેલાઓને શોધવા મુશ્કેલ બન્યા છે. કોંગોની ન્યૂઝ એજન્સી બુલિયા સ્વાસ્થ્ય મંત્રાલયને ટાંકતાં જણાવે છે કે ઇબોલાનો પ્રકોપ સૌથી પહેલાં ૧૫ મી મે ના દિવસે જાણવા મળ્યો છે. હજુ સુધી ૧૦૦ દર્દીઓ સાજા થઈ શક્યા છે. જ્યારે ૩૬૫ દર્દીઓને જુદી જુદી સરકારી હોસ્પિટલોમાં કે આરોગ્ય કેન્દ્રોમાં સારવાર અપાઈ રહી છે.
વરિષ્ટ તબીબોનું કહેવું છે કે ભાગ્યે જ જોવા મળતાં બુંડી બુંગ્યો વિષાણુથી આ રોગ સામે કોઈ નિશ્ચિત રસી નથી મળી, કે નથી કોઇ ઔષધી પણ મળી.
ડેમોક્રેટીક રીપબ્લિક ઓફ કોંગો પાટનગર લીયો પોલ્ડ વિલો સ્થિત વહીવટ અધિકારીઓ જણાવે છે કે વાસ્તવમાં સંક્રમિતોની સંખ્યા આથી ઘણી વધુ હોઈ શકે છે. તેમજ આ રોગનું મોજું ફરી આવવાની ભીતિ રહેલી છે. વરિષ્ટ તબીબો કહે છે કે સૌથી મોટી મુશ્કેલી તો તે છે કે આ રોગ રોગીના શ્વાસ દ્વારા પણ ફેલાઈ શકે છે. તેથી તે રોગીના સીધા સંપર્કમાં ન હોય પરંતુ આસપાસ નજીક હોય તે બધા સંક્રમિત થઈ જાય છે. પ્રશાસન પૂરા પ્રયત્નો કરે છે પરંતુ બરફચ્છાદિત પર્વતોની ખીણોમાં રહેલાં નાના નાનાં ગામડાંઓ સુધી પહોંચવું એ રોગી વિશે તપાસ કરવી બહુ મુશ્કેલ કામ છે.


