World

યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનો 89 વર્ષે સ્વર્ગવાસ

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
નોર્વેના કિંગ હેરાલ્ડ પાંચમાનું 89 વર્ષે નિધન થયું છે. 1991માં પિતાના નિધન પછી તેઓ ગાદીપતિ બન્યા હતા. 1937માં ઓસ્લો નજીક જન્મેલા હેરાલ્ડ, દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે નાઝીઓના કબ્જા પહેલાં માતા સાથે યુ.એસ. ગયા હતા. તેઓએ યુરોપની રાજકુમારીને બદલે બાળપણની પ્રેમિકા સોન્જા હેરાલ્ડ સેન સાથે લગ્ન કર્યા હતા. તેઓ સારા રમતવીર પણ હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનો 89 વર્ષે સ્વર્ગવાસ
  • વિશ્વ વિખ્યાત 'કોન-ટીકી' એકસ્પીડીશનના સમર્થકના પુત્ર
  • નાઝીઓના ઓક્યુપેશન સમયે અમેરિકા ચાલ્યા ગયા હતા : યુરોપની રાજકુમારીઓને બદલે બાળપણની 'સ્વીટ હાર્ટ' સોન્જા હેરાલ્ડ સેનને પરણ્યા

ઓસ્લો : નોર્વેના કીંગ હેરાલ્ડ પાંચમાનું ૮૯ વર્ષે નિધન થયું. શુક્રવારે નોર્વેના રોયલ પેલેસે આ જાહેરાત કરી હતી. ૧૯૯૧માં તેઓના પિતા કિંગ ઓલેવ પાંચમાના નિધન પછી તેઓ ગાદીપતિ થયા.
ઓસ્લો નજીક એસ્કરમાં ૧૯૩૭માં તેઓનો જન્મ થયો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે તેઓ માત્ર ૩ વર્ષના જ હતા. ૧૯૪૦માં નાઝી જર્મનીએ નોર્વે ઉપર કબ્જો જમાવ્યો તે પૂર્વે તેઓનાં માતૃશ્રીએ તેઓને તથા તેમનાં બંને બહેનો રેંગ્લીડ અને એસ્ટ્રીકને લઈ યુ.એસ. ચાલ્યાં ગયા હતા. ૧૯૪૫માં હીટલરના પતન પછી તેઓ નોર્વે પાછાં ફર્યાં હતાં. તેઓના દાદા અને પિતા શ્રી જેવો યુદ્ધ દરમિયાન બ્રિટન પહોંચી ગયા હતા. તેઓ પણ નોર્વે પાછા ફર્યા હતા.
૧૯૪૫માં તેઓ નોર્વેની પબ્લિક સ્કૂલમાં ભણ્યા પછી મીલીટરી કોલેજમાં ભણ્યા અને પછી ઓક્સફર્ડમાંથી માસ્ટર્સની ડીગ્રી મેળવી. તેઓ યુરોપની કોઈ રાજકુમારીને બદલે સ્કૂલ-ડેઝનાં સ્વીટ-હાર્ટ એક વ્યાપારીનાં પુત્રી સોન્જા હેરાલ્ડ સેન સાથે પરણ્યા. (ઓગસ્ટ ૨૯, ૧૯૬૮) તેઓને બે સંતાનો છે. ક્રાઉન પ્રિન્સ હાકોન અને પ્રિન્સેસ માર્યા લૂઈઝે. તેઓ વાસ્તવમાં ઈંગ્લેન્ડના રાજવીની જેમ કોન્સ્ટીટયુશનલ-મોનાર્ક હતા. તેઓ ખૂબ સારા રમતવીર પણ હતા. 'ઓલ-ફોર-નોર્વે' તે રાજ કુટુમ્બનો મોટો બની રહ્યો છે. નોર્વેને સમૃદ્ધ કરવામાં તેઓનું માર્ગદર્શન મહત્વનું બની રહ્યું હતું. ઓઈલ અને ગેસ દ્વારા તથા શિપ બિલ્ડીંગ દ્વારા નોર્વેનું અર્થતંત્ર તરતું રહ્યું છે. તેઓ હોડી સ્પર્ધામાં ઘણો રસ લેતા હતા. સને ૧૯૮૭માં યોજાયેલી ઓલિમ્પિક્સમાં તેઓ જોઓટ (હોડી)ના કેપ્ટન હતા. તે હોડી પહેલી આવતાં ગોલ્ડ-મેડલ મળ્યો હતો. તેઓ અને તેમના પિતાશ્રી સંશોધનોને સતત પ્રોત્સાહન આપતા હતા. નોર્વેજિયન ઈતિહાસકાર અને સંશોધક થોર-હાયરડાવીના 'કોન-ટીકી' એક્સપીડીશનને તેઓના પિતાશ્રીએ જ સંપૂર્ણ આર્થિક સહાય કરી હતી. થોર હાયડાલે 'કોન-ટીકી' (અગ્નિ-દેવ) નામક તરાપા પર પેરૂથી પ્રશાંતમાં ઝંપલાવી સિદ્ધ કરી આપ્યું કે પેસિફિકમાં આવેલા ટાપુઓમાં પેરૂની મય પ્રજા જ વસી છે.