World

નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ

By GS TEAM
16 Feb 20262 mins read
TukuTouch Logo
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના પરિવારમાં સત્તાના ઉત્તરાધિકારને લઈને ગંભીર અટકળો તેજ થઈ છે. દક્ષિણ કોરિયાની ઈન્ટેલિજન્સ એજન્સી 'નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસ'ના અહેવાલ મુજબ, કિમ જોંગ ઉન પોતાની 13 વર્ષની પુત્રી 'કિમ જુ એ'ને દેશના આગામી સુપ્રીમ લીડર તરીકે તૈયાર કરી રહ્યા છે. આ મહિનામાં યોજાનારી વર્કર્સ પાર્ટીની મહત્ત્વપૂર્ણ રાજકીય બેઠકમાં તેને સત્તાવાર રીતે વારસદાર જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જો કે, આ નિર્ણયથી પરિવારમાં આંતરિક વિખવાદ વધવાની પણ સંભાવના છે કારણ કે, કિમ જોંગ ઉનની અત્યંત શક્તિશાળી બહેન કિમ યો જોંગ પણ સત્તાની આ દોડમાં સામેલ હોવાનું મનાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ

North Korea: ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના પરિવારમાં સત્તાના ઉત્તરાધિકારને લઈને ગંભીર અટકળો તેજ થઈ છે. દક્ષિણ કોરિયાની ઇન્ટેલિજન્સ એજન્સી 'નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસ'ના અહેવાલ મુજબ, કિમ જોંગ ઉન પોતાની 13 વર્ષની પુત્રી 'કિમ જુ એ'ને દેશના આગામી સુપ્રીમ લીડર તરીકે તૈયાર કરી રહ્યા છે. આ મહિનામાં યોજાનારી વર્કર્સ પાર્ટીની મહત્ત્વપૂર્ણ રાજકીય બેઠકમાં તેને સત્તાવાર રીતે વારસદાર જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જો કે, આ નિર્ણયથી પરિવારમાં આંતરિક વિખવાદ વધવાની પણ સંભાવના છે કારણ કે, કિમ જોંગ ઉનની અત્યંત શક્તિશાળી બહેન કિમ યો જોંગ પણ સત્તાની આ દોડમાં સામેલ હોવાનું મનાય છે.

જાહેર મંચ પર કિમ જુ એ-નો વધતો પ્રભાવ

કિમ જુ એ વર્ષ 2022માં બેલેસ્ટિક મિસાઇલ લોન્ચિંગ દરમિયાન પ્રથમ વખત જાહેર મંચ પર દેખાઈ હતી. ત્યારથી તે સતત સૈન્ય પરેડ, હથિયાર પરીક્ષણો અને મહત્ત્વપૂર્ણ સરકારી મુલાકાતોમાં પિતા સાથે નજરે પડી રહી છે. અગાઉ ધારણા હતી કે ઉત્તર કોરિયા જેવા કટ્ટર પુરુષપ્રધાન દેશમાં કોઈ મહિલા સર્વોચ્ચ નેતા બને તે અશક્ય છે, પરંતુ કિમ જુ એ-ની સતત વધી રહેલી સક્રિયતાએ આ દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે.

બીજી તરફ, તેની 38 વર્ષીય ફઈ કિમ યો જોંગ હાલમાં દેશની બીજી સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણાય છે. રાજકારણ અને સૈન્ય બંને પર મજબૂત પકડ ધરાવતા કિમ યો જોંગ પોતાના અત્યંત આક્રમક અને વિવાદાસ્પદ નિવેદનો માટે વિશ્વભરમાં જાણીતા છે.

આ પણ વાંચો: હિંદ મહાસાગરમાં અમેરિકાનું સૈન્ય ઓપરેશન! તેલ ટેન્કર પર ઉતર્યા સૈનિકો, લગાવ્યા ગંભીર આરોપ

ફઈ અને ભત્રીજી વચ્ચે સત્તાના જંગની આશંકા

નિષ્ણાતોના મતે, જો કિમ યો જોંગને લાગશે કે તેમની પાસે સર્વોચ્ચ નેતા બનવાની તક છે, તો તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષા છોડશે નહીં, જે ભવિષ્યમાં ભત્રીજી અને ફઈ વચ્ચે સત્તાના જંગને જન્મ આપી શકે છે. કિમ પરિવારનો ઇતિહાસ લોહિયાળ રહ્યો છે. કિમ જોંગ ઉને સત્તા સંભાળ્યા પછી પોતાના કાકા જાંગ સુંગ થાએકની હત્યા કરાવી હતી અને તેમના સાવકા ભાઈ કિમ જોંગ નામની પણ રહસ્યમય સંજોગોમાં હત્યા કરવામાં આવી હતી. પરમાણુ શસ્ત્રોથી સજ્જ આ દેશમાં સત્તા માટેનો આ આંતરિક સંઘર્ષ વૈશ્વિક સુરક્ષા માટે પણ ચિંતાનો વિષય બની શકે છે.