World

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ઉ.કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ કરતાં પાડોશી દેશોમાં ફફડાટ!

By GS TEAM
14 Mar 20262 mins read
TukuTouch Logo
સાઉથ કોરિયન સેના અને જાપાન સરકારે આ શંકાસ્પદ મિસાઈલ પરીક્ષણની પુષ્ટિ કરી છે. આ અગાઉ ઉત્તર કોરિયાએ 27 જાન્યુઆરીના રોજ પૂર્વી સાગર તરફ અનેક નાના અંતરની બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ઉ.કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ કરતાં પાડોશી દેશોમાં ફફડાટ!

Middle East War : એક તરફ મિડલ-ઈસ્ટમાં છેલ્લા 15 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ નોર્થ કોરિયા પણ કોઈ યુદ્ધની તૈયારીમાં હોય તેમ જણાય છે. નોર્થ કોરિયાએ શનિવારે પોતાના પૂર્વી તટથી સમુદ્ર તરફ એક મિસાઈલ છોડી છે. જેના પર પાડોશી દેશો સતત નજર રાખી રહ્યા છે. 

જાપાન અને સાઉથ કોરિયાએ કરી પુષ્ટિ

સાઉથ કોરિયન સેના અને જાપાન સરકારે આ શંકાસ્પદ મિસાઈલ પરીક્ષણની પુષ્ટિ કરી છે. આ અગાઉ ઉત્તર કોરિયાએ 27 જાન્યુઆરીના રોજ પૂર્વી સાગર તરફ અનેક નાના અંતરની બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. ન્યૂઝ એજન્સી યોનહેપના જણાવ્યા અનુસાર, સાઉથ કોરિયાના 'જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે'  માહિતી આપી છે કે, નોર્થ કોરિયાએ પૂર્વ દિશામાં એક અજ્ઞાત વસ્તુ છોડી છે. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ આ લોન્ચિંગની ભાળ મેળવી લીધી છે.

આ પણ વાંચો : ભારતનું નામ લઈ અમેરિકાને ઈરાને માર્યો ટોણો, યુરોપની પણ ઠેકડી ઉડાડી, કહ્યું - 'હવે કગરે છે...'

બેલેસ્ટિક મિસાઈલ હોવાની સંભાવના

જાપાન સરકાર પણ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. જાપાન તરફથી નિવેદન આવ્યું છે કે, નોર્થ કોરિયા દ્વારા છોડવામાં આવેલી વસ્તુ બેલેસ્ટિક મિસાઈલ હોઈ તેવી શક્યતા વધારે છે. જાપાનના કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે, નોર્થ કોરિયા તરફથી છોડવામાં આવેલી આ શંકાસ્પદ બેલેસ્ટિક મિસાઈલ પહેલાથી જ સમુદ્રમાં પડી ચુકી છે. નોર્થ કોરિયાનું આ હાલનું પરીક્ષણ એવા સમયે થયું છે જ્યારે સાઉથ કોરિયા અને અમેરિકા તેમનો વાર્ષિક સૈન્ય અભ્યાસ 'ફ્રીડમ શીલ્ડ' કરી રહ્યા છે.

સૈન્ય તાકાત બતાવવાનો પ્રયાસ!

નોર્થ કોરિયા અવારનવાર આ સૈન્ય અભ્યાસોનો વિરોધ કરતું આવ્યું છે અને તેને યુદ્ધની તૈયારી માને છે. આવી સ્થિતિમાં, મિસાઈલ લોન્ચિંગ એ અમેરિકા અને સાઉથ કોરિયાના યુદ્ધાભ્યાસના જવાબમાં પોતાની સૈન્ય તાકાત બતાવવાનો એક પ્રયાસ હોઈ શકે છે. ઉપરાંત હાલમાં ચાલી રહેલા ટેન્શન વચ્ચે અમેરિકાને ઇરાન સમજવાની ભુલ ન કરે તે પ્રકારનો સંદેશ આપવાનો પ્રયાસ પણ હોઇ શકે છે.