Get The App

યુદ્ધ શરૂ થયું ત્યારથી હજી સુધી કોઈ મંત્રણા જ થઈ નથી : મંત્રણાના ટ્રમ્પના દાવાને ઇરાનનો રદિયો

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધ શરૂ થયું ત્યારથી હજી સુધી કોઈ મંત્રણા જ થઈ નથી : મંત્રણાના ટ્રમ્પના દાવાને ઇરાનનો રદિયો 1 - image

- ટ્રમ્પે જણાવ્યું હતું કે : ઇરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ ગાલી બાફ સાથે મંત્રણા ચાલે છે : તેનો ઇરાનનાં વિદેશ મંત્રાલયે સ્પષ્ટ રદિયો આપ્યો

તેહરાન : ઇરાને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ફેબુ્રઆરી ૨૮થી આ યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં અમેરિકા સાથે કોઈ મંત્રણા થઇ જ નથી, તેવી કોઈ વાત જ નથી. આ રીતે ટ્રમ્પે વારંવાર કરેલો દાવો કે ઇરાન મંત્રણા કરવા તૈયાર છે. તેને ઇરાને ફરી એકવાર સ્પષ્ટ રદિયો આપ્યો હતો. પૂર્વે ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ઇરાનની મજલિસ (સંસદ)ના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલીબાફ સાથે મંત્રણા કરી રહ્યું છે. આ વિધાનો ડૉનાલ્ડ ટ્રમ્પે એક ટીવી ચેનલને આપેલી મુલાકાત સમયે કર્યા હતાં.

બીજી તરફ વ્હાઇટ હાઉસ પ્રેસ બ્રીફીંગમાં વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ્ટે કહ્યું હતું કે ઇરાન તરફથી આવાં નકારાત્મક રાજકીય વિધાનો થતાં રહે છે. તેમ છતાં ઇરાન સાથે રાજદ્વારી ચેનલ દ્વારા મંત્રણા ચાલી જ રહી છે. કેરોલીને વધુમાં કહ્યું હતું કે હજી જ્યા સુધી તેઓ રાજદ્વારી રીતે આગળ વધી શકે તેમ છે. ત્યાં સુધીમાં તેઓ મંત્રણા માટે આતુર રહે. તેમાં કશું આશ્ચર્યજનક નથી.

આ સાથે વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરીએ કહ્યું હતું કે તેઓ જે જાહેરમાં કહે છે તે અમોને ખાનગીમાં પહોંચાડાયેલા સંદેશાઓથી તદ્દન વિરોધાભાસી જ છે. આ સહજ પણ છે.

બીજી તરફ ઇરાનના રીવોલ્યુશનરી ગાર્ડના પૂર્વ કમાન્ડર આ મંત્રણામાં ભાગ લઇ રહ્યા છે. તેવા વહેતા થયેલા સમાચારોને તેમણે જ રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે પાકિસ્તાનની મધ્યસ્થી દ્વારા મંત્રણા થવાની છે તે સમાચારો પણ વાસ્તવિક્તા ઉપર કરાયેલી ઢાંક પિછોડો છે.