World

કોઈને બચવાનો મોકો ન મળ્યો, બધુ રાખ થઇ ગયું... કોંગોમાં લગ્ન સમારોહ વચ્ચે ભીષણ આગમાં 22ના મોત

By GS Team
6 Sep 20261 min read
TukuTouch Logo
કોંગોની રાજધાની કિંશાસામાં લગ્ન સમારોહમાં ભીષણ આગ લાગતા 22 લોકો જીવતા ભૂંજાઈ ગયા. શુક્રવારે રાત્રે પાર્ટી દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી. ઇમારતનો ગેટ સાંકડો હોવાથી લોકોને બહાર નીકળવાનો મોકો ન મળ્યો. નાયબ વડાપ્રધાન જેકમિન શાબાનીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. મૃત્યુઆંક વધવાની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોઈને બચવાનો મોકો ન મળ્યો, બધુ રાખ થઇ ગયું... કોંગોમાં લગ્ન સમારોહ વચ્ચે ભીષણ આગમાં 22ના મોત

Congo Fire News : મધ્ય આફ્રિકાના કોંગો દેશની રાજધાની કિંશાસામાં એક હચમચાવતી ઘટના બની હતી. અહીં લગ્ન સમારોહમાં અચાનક અગ્નિકાંડ સર્જાતા એક આખી ઇમારત ભીષણ આગમાં લપેટાઈ ગઇ હતી જેમાં 22 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. જોકે અન્ય ઘણાં લોકો દાઝી ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે લોકોને જીવ બચાવવાનો મોકો પણ નહોતો મળ્યો.

કેવી રીતે બની ઘટના?

માહિતી અનુસાર શુક્રવારે રાતે લગ્ન સમારોહની પાર્ટી યોજાઈ હતી જેમાં અનેક મહેમાનો હાજર હતા અને એ જ સમયે અચાનક આગ ભડકી હતી જેના કારણે બધુ બળીને રાખ થઇ ગયું હતું. ઈમારતમાં ગેટ પણ સાંકળો હોવાથી લોકોને ભાગીને જીવ બચાવવાનો મોકો પણ નહોતો મળ્યો. ઘણા લોકો ગેટમાં જ ફસાઈ ગયા હતા જેના કારણે બહાર નીકળવાનો રસ્તો બંધ થઇ ગયો હતો.

મૃતકાંક હજુ પણ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગોના નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી જેકમિન શાબાનીએ આ દુર્ઘટનાને હોનારત જાહેર કરી હતી અને તેમણે વહેલી સવારે જ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિનું આકલન કર્યું હતું. કિંશાસા એ ગીચ વિસ્તાર હોવાથી અહીં આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાની માહિતી સામે આવી છે.