Nigeria Airstrike : નાઈજીરિયાના ઉત્તર-પૂર્વ રાજ્ય યોબેમાં એક હવાઈ હુમલામાં ભારે તબાહી મચી છે. રિપોર્ટ મુજબ સેના આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન એક ભીડભાડવાળા માર્કેટમાં આકાસી હુમલો થતી 200થી વધુ લોકોના મોત થયા હોવાના અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા અહેવાલ સામે આવ્યા છે.
200 લોકોના મોતની આશંકા
પ્રાથમિક રિપોર્ટ મુજબ યોબે રાજ્યની સરહદ પર આવેલા એક ગામડાના બજારમાં સેનાની એસ્ટ્રાઈકમાં લગભગ 200 લોકોના મોત થયા હોવાની આશંકા છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટી હુજ થઈ નથી. આ ઘટના બાદ આખા વિસ્તારમાં દહેશત અને અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. ઘટન બાદ આખા વિસ્તારમાં તણાવ વધી ગયો છે. અનેક પરિવારો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો ભીડ વધી રહી છે. યોબે એવું રાજ્ય છે, જ્યાં તબીબી સુવિધાની પણ અછત છે.
VIDEO : ઈઝરાયલની લેબેનોનમાં ભયાનક તબાહી, આખેઆખા ગામ ઉડાવી દીધા, 90 ટકા ઘરો નષ્ટ
ભયાનક વિસ્ફોટ, ઈમારતો ધરાશાયી
એક ભીડભાડા વિસ્તાર પર હવાઈ હુમલો થયો હોવાની વિગતો પણ સામે આવી છે. અચાનક હવાઈ હુમલો થતા ભયાનક વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો છે, જેમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. આ ઉપરાંત અનેક વાહનોને પણ મોટાપાયે નુકસાન થયું છે. ધ્વસ્ત થયેલી ઈમારતોના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલ યોબેમાં પૂરજોશમાં રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.
સેનાની ભૂલના કારણે નિર્દોષોના મોત
એવી પણ વિગતો સામે આવી છે કે, નાઈજીરિયન વાયુસેનાના જેટ્સ ઇસ્લામી આતંકવાદીઓનો પીછો કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે. યોબે સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જીલ્લી બજારમાં થયેલા આ હુમલાની પુષ્ટિ કરી છે. આ બજાર બોરનો રાજ્યના ગુબિયો વિસ્તારમાં આવેલું છે, જે યોબે રાજ્યની સરહદને અડે છે. નાઈજીરિયન વાયુસેનાએ સ્વીકાર્યું છે કે તેઓએ બોરનો રાજ્યના જીલ્લી અક્ષ પર બોકો હરામની ગતિવિધિઓને નિશાન બનાવી હતી, પરંતુ સત્તાવાર નિવેદનમાં બજાર પર હુમલો થયો હોવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે ઘાયલોને યોબે અને બોરનોની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : સાઉદી અને કતરે પાકિસ્તાનનું ઘટાડ્યું ટેન્શન, હવે UAEને ચૂકવી શકશે દેવું


