World

યુક્રેન બાદ વધુ એક દેશ બનશે યુદ્ધનું મેદાન! રશિયાની ટ્રમ્પને ધમકી- ભયંકર પરિણામ માટે તૈયાર રહેજો

By GS TEAM
18 Dec 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં પ્રતિબંધિત ઓઈલ ટેન્કરની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ કર્યો છે, જેને તેમણે 'ટોટલ એન્ડ કમ્પલેટ બ્લોકેડ' કહ્યું છે. જેને ઓઈલની નિકાસ કરતાં નિકોલસ માદુરો સરકાર પર દબાણ વધારવાનું પગલું માનવામાં આવે છે. અમેરિકાએ પહેલાથી જ એક ટેન્કર જપ્ત કરી લીધું છે અને કેરેબિયન સમુદ્રમાં મોટી નૌકાદળ તૈનાત કરી દીધી છે, જેના કારણે રશિયાએ ટ્રમ્પને ધમકી આપી છે કે, 'ભયંકર પરિણામ માટે તૈયાર રહેજો...'

Summarized by AI; it may make mistakes. Check important info

યુક્રેન બાદ વધુ એક દેશ બનશે યુદ્ધનું મેદાન! રશિયાની ટ્રમ્પને ધમકી- ભયંકર પરિણામ માટે તૈયાર રહેજો

Russia Threatens Trump : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં પ્રતિબંધિત ઓઈલ ટેન્કરની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ કર્યો છે, જેને તેમણે 'ટોટલ એન્ડ કમ્પલેટ બ્લોકેડ' કહ્યું છે. જેને ઓઈલની નિકાસ કરતાં નિકોલસ માદુરો સરકાર પર દબાણ વધારવાનું પગલું માનવામાં આવે છે. અમેરિકાએ પહેલાથી જ એક ટેન્કર જપ્ત કરી લીધું છે અને કેરેબિયન સમુદ્રમાં મોટી નૌકાદળ તૈનાત કરી દીધી છે, જેના કારણે રશિયાએ ટ્રમ્પને ધમકી આપી છે કે, 'ભયંકર પરિણામ માટે તૈયાર રહેજો...'

મોસ્કોએ કહ્યું કે, 'આશા રાખીએ છીએ કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઘાતકી ભૂલ ન કરે, કારણ કે તેનાથી સમગ્ર પશ્ચિમી વિસ્તારમાં અણધાર્યું પરિણામ આવી શકે છે.' નોંધનીય વાત છે કે, રશિયા વેનેઝુએલાને પોતાના નજીકના સહયોગી માને છે અને કારાકાસની સાથે સતત સંપર્કમાં છે. ક્રેમલિને સંયમ રાખવાની અપીલ કરી છે, જ્યારે વેનેઝુએલાએ અમેરિકાના આ પગલાંને 'સમુદ્રી લુટેરા' ગણાવ્યું છે.

ક્રેમલિનના પ્રવક્તાએ શું કહ્યું? 

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, 'અમે ક્ષેત્રના તમામ દેશોને અણધાર્યા વિકાસથી બચવા માટે સંયમ રાખવાનું આહ્વાન કરીએ છીએ. કેરેબિયન સાગરમાં અમેરિકન યુદ્ધ જહાજોની હાજરીના કારણે નાકાબંધીના પરિણામ સ્પષ્ટ નથી. કેમલિન મુજબ તેઓ તેમના સહયોગી અને ભાગીદાર વેનેઝુએલા સાથે નિરંતર સંપર્કમાં છે.'

આ પણ વાંચો: અમેરિકા ચીનના 'દુશ્મન'ને આપશે 10 અબજ ડૉલરના હથિયાર, ટ્રમ્પની ખતરનાક ચાલથી ડ્રેગન અકળાયું

આ અઠવાડિયાની શરૂઆતમાં ટ્રમ્પે પોતાની જાહેરાતમાં કહ્યું હતું કે, વેનેઝુએલા દક્ષિણ અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટા નૌકાદળથી સંપૂર્ણપણે ઘેરાયેલું છે, જેના કારણે સંભવિત યુએસ હસ્તક્ષેપનો ભય ઉભો થયો છે. 

ક્રેમલિન ભૂતકાળમાં વેનેઝુએલાના સંઘર્ષશીલ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરી છે. રશિયના નેતા વ્લાદિમીર પુતિને આ મહિનાની શરૂઆતમાં ફોન કોલમાં માદુરોને પોતાનું સમર્થન આપ્યું હતું.