'ટ્રમ્પ ફાસીવાદી જ છે...' વ્હાઈટ હાઉસમાં બેઠક બાદ પણ ન્યુયોર્કના મેયર મમદાની મક્કમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New York Mayor Mamdani: ન્યૂયોર્ક શહેરમાં નવા મેયર ઝોહરાન મમદાની અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (21 નવેમ્બર) વ્હાઇટ હાઉસમાં પહેલીવાર આમને-સામને બેઠક કરી હતી. બંને વચ્ચેની વાતચીતની શરૂઆત ખૂબ જ સારી રીતે થઈ હતી, પરંતુ મમદાનીએ પોતાની પહેલાની ટીકાઓથી પીછેહઠ ન કરી. શનિવારે (22 નવેમ્બર) એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા મમદાનીએ કહ્યું કે, 'મને હજુ પણ લાગે છે કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક 'ફાસીવાદી' અને 'નિરંકુશ શાસક' છે.'
આ બેઠક એક કડવા પ્રચાર સિઝન બાદ થઈ, જેમાં બંને બાજુથી પર્સનલ એટેક થયા હતા. પરંતુ, શુક્રવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે ઉષ્માભેર વાતચીત કરી અને કહ્યું કે, તે આવનારા મેયરનો ઉત્સાહ વધારશે. વળી, મમદાનીએ કહ્યું કે, વાતચીત પોઝિટિવ હતી અને એફોર્ડેબિલિટીના મુદ્દા પર ફોકસ હતી.
પોતાની વાત પર કાયમ મમદાની
બેઠક બાદ મમદાનીએ કન્ફર્મ કર્યું કે, કે પ્રચાર દરમિયાન ટ્રમ્પ માટે કહેવામાં આવેલી પોતાની વાતો પર હજુ પણ કાયમ છે. તેમણે કહ્યું કે, 'મેં પહેલા જે પણ કહ્યું, હું તેના પર વિશ્વાસ કરૂ છું અને મને લાગે છે કે, આપણા રાજકારણમાં આ વાત જરૂરી છે, જ્યાં અમારી અસંમતિ હોય, ત્યાં અમે પીછેહઠ ન કરીએ પરંતુ અમે સમજીએ કે અમને એ ટેબલ પર કઈ વસ્તુ લાવે છે. કારણ કે, હું ઓવલ ઓફિસમાં કોઈ વાત કહેવા અથવા કોઈ સ્ટેન્ડ લેવા નથી આવતો. હું ન્યૂયોર્કના લોકો માટે કંઇક કરવા માટે આવું છું. હું વ્હાઇટ હાઉસની બેઠકમાં એક એવો ફંક્શનલ વર્કિંગ સંબંધ બનાવવા ઇચ્છું છે. જે એવા મુદ્દા પર કેન્દ્રિત હોય જે ન્યૂયોર્કના લોકોને મોડી રાત સુધી જગાડીને રાખે છે.'
આ સિવાય તેમણે ટ્રમ્પના ગત વર્ષના પોતાના પ્રચાર વખતના વચન યાદ અપાવ્યા જેમાં તેમણે કહ્યું હતું કે, બીજી ટર્મના પહેલાં દિવસથી જ ખર્ચ ઓછો કરી દેશે.
મમદાનીએ વધુમાં કહ્યું કે, 'મેં અમેરિકન પ્રમુખના ન્યૂયોર્ક શહેરમાં નેશનલ ગાર્ડ તૈનાત કરવાની ટ્રમ્પની પહેલાની ધમકી પર પણ ચર્ચા કરી.' જોકે, તેમણે એ વાત કન્ફર્મ કરવાનો ઇનકાર કરી દીધો કે, શું ટ્રમ્પે એવા કોઈ પગલાંનો ઇનકાર કર્યો છે? પરંતુ, તેમણે કહ્યું કે, પ્રમુખને કહ્યું છે કે, NYPD પબ્લિક સેફ્ટી જાળવી રાખવા માટે તૈયાર છે.
જોકે, બાદમાં ટ્રમ્પે કહ્યું કે, 'ન્યૂયોર્કમાં સેના ત્યારે જ મોકલીશું જ્યારે તેની જરૂર હશે.'
નોંધનીય છે કે, ચૂંટણીના અમુક અઠવાડિયા પહેલાં, ટ્રમ્પે વારંવાર મમદાની પર ઓનલાઇન પ્રહાર કર્યા હતા. તેમણે મમદાનીને 'કોમ્યુનલ પાગલ' કહ્યું અને ચેતવણી આપી કે, જો મમદાની જીતે તો તે ફેડરલ ફન્ડ કાપી દશે. ટ્રમ્પે મમદાનીના મુખ્ય વિરોધી, ન્યૂયોર્કના પૂર્વ ગવર્નર એન્ડ્ર્યૂ કુઓમોનું પણ સમર્થન કર્યું, જે ડેમોક્રેટિક પ્રાઇમરીમાં મમદાનીથી હાર્યા બાદ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.









