Get The App

પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIની ટીમ બાંગ્લાદેશ પહોંચી : સરહદે તપાસ કરી : દેશભરમાં વિરોધ જાગ્યો

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIની ટીમ બાંગ્લાદેશ પહોંચી : સરહદે તપાસ કરી : દેશભરમાં વિરોધ જાગ્યો 1 - image

'મોહમ્મદ યુનિસ જેવો કૃતઘ્ની નેતા જોવા નહીં મળે'

વિદેશના જાસૂસી અધિકારીઓને હાઈ-સિક્યુરિટી ઝોનમાં શા માટે લઈ જવામાં આવે છે ? : વરિષ્ઠ પત્રકાર સલાહુદ્દીન ચૌધરીનો સ્પષ્ટ પ્રશ્ન

ઢાકા: પાકિસ્તાની ઇન્ટરસર્વિસીઝ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ) બાંગ્લાદેશને કોઈ ખતરનાક સાજીશ હોવાની શક્યતા દેખાઈ રહી છે. આ આઈએસઆઈની ટુકડીઓએ બાંગ્લાદેશમાં વિવિધ શહેરોમાં પણ ચોક્કસાઈભરી તપાસ હાથ ધરી છે. આ સાથે તેઓએ સેનાના ટોચના અધિકારીઓ, સરકારના પ્રતિનિધિઓ અને જુદી જુદી સંસ્થાઓ માટે જાસૂસી સંસ્થાઓનાં પ્રતિનિધિઓ પણ વ્યસ્ત હતા.

આ મીટીંગ પછી પાકિસ્તાની જાસૂસી સંસ્થાના તે અધિકારીઓએ જુદી જુદી ટુકડી રચી બાંગ્લાદેશની જાસૂસી સંસ્થાના અધિકારીઓ સાથે જુદા જુદા શહેરોમાં આઈએસઆઈના વરિષ્ઠ અધિકારીઓને બાંગ્લાદેશના જાસૂસી અધિકારીઓએ એક હેલિકોપ્ટરમાં બેસી સરહદ ઉપરની સલામતી વ્યવસ્થા દર્શાવી હતી.

મોહમ્મદ યુનુસ સરકારની આ ગતિવિધિની દેશભરમાં ટીકા થઈ રહી છે. તેમાંય જ્યારે દેશમાં જેન. ઝેડ ના યુવાનો, બેકારી, મોંઘવારી અને દેશમાં વ્યાપી રહેલા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ વિદ્યાર્થીઓ અને યુવાનોની જનરેશન ઝેડ, યુનુસ સરકાર સામે રણે ચઢ્યા છે અને દેશમાં રમખાણો થઈ રહ્યાં છે ત્યારે પાકિસ્તાની જાસૂસી અધિકારીઓ સરહદે તપાસ માટે પહોંચતાં ભારત થોડું ચિંતાગ્રસ્ત થયું છે. તો બીજી તરફ બાંગ્લાદેશના ખ્યાતનામ પત્રકાર સલાહુદ્દીન ચૌધરીએ યુનુસ સરકારનાં આ પગલાંની ઉગ્ર ટીકા કરી છે. આ ટીમ ૧૪ નવેમ્બરથી આવી છે. ૨૫ મી સુધી રોકાવાની છે. તે અંગે ચૌધરીએ કહ્યું હતું કે વિદેશના જાસૂસી અધિકારીઓને દેશના હાઈ સિક્યુરીટી ઝોનમાં શા માટે લઈ જવામાં આવે છે ? વાસ્તવમાં તેથી દેશની નિર્બળતા છતી થઈ જાય છે.

બીજી તરફ કેટલાક વિશ્લેષકો કહે છે કે, જે પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમના પાકિસ્તાનમાંથી ભારતે મુક્ત કરાવી બાંગ્લાદેશ રચ્યો તે ભારતની વિરૂદ્ધ કાર્યવાહી કરનાર મોહમ્મદ યુનુસ જેવો કોઈ કૃતઘ્ની નેતા દુનિયામાં ક્યાંયે જોવા નહીં મળે.