Sports

ICC Player Of the Month : સપ્ટેમ્બરના બેસ્ટ ક્રિકેટર કોણ? ICCએ 3 દાવેદારોના નામ જાહેર કર્યા

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
ICC દ્વારા સપ્ટેમ્બર મહિનાના 'પ્લેયર ઓફ ધ મંથ' એવોર્ડ માટે 3 ખેલાડીઓને નોમિનેટ કરાયા છે. ભારતના યુવા સિતારાઓ અભિષેક શર્મા અને શુભમન ગિલ તેમજ ઝિમ્બાબ્વેના સિકંદર રઝા વચ્ચે રોમાંચક સ્પર્ધા જોવા મળશે. અભિષેકે અફઘાનિસ્તાન સામે 229 રન ફટકાર્યા, જેમાં 30 બોલમાં સદીનો સમાવેશ થાય છે. શુભમને વેસ્ટ ઇન્ડિઝ સામે સદી અને બેવડી સદી ફટકારી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ICC Player Of the Month : સપ્ટેમ્બરના બેસ્ટ ક્રિકેટર કોણ? ICCએ 3 દાવેદારોના નામ જાહેર કર્યા

ICC Player Of the Month : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા સપ્ટેમ્બર મહિનાના 'પ્લેયર ઓફ ધ મંથ' એવોર્ડ માટે નોમિનેટ થયેલા 3 ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. વ્હાઈટ બોલ ક્રિકેટ એટલે કે વનડે અને T20I માં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને આ પ્રતિષ્ઠિત સન્માનની યાદીમાં સ્થાન મળ્યું છે. આ વખતે ભારતના બે યુવા સિતારાઓ અને ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર વચ્ચે ખિતાબ જીતવા માટે રોમાંચક સ્પર્ધા જોવા મળશે.

દિલ્હીમાં રમાયેલી T20 શ્રેણીમાં વિસ્ફોટક બેટિંગનું મળ્યું ઈનામ

ભારતીય ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma)ને અફઘાનિસ્તાન સામે દિલ્હીમાં રમાયેલી 3 મેચોની T20 સીરીઝમાં કરેલા શાનદાર પ્રદર્શનના આધારે આ એવોર્ડ માટે નોમિનેટ કરાયો છે. તેણે તે 3 મેચોમાં 76.33 ની એવરેજથી કુલ 229 રન ફટકાર્યા હતા. આ જ શ્રેણી દરમિયાન તેણે માત્ર 30 બોલમાં સદી ફટકારી હતી, જે T20 ફોર્મેટમાં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર સદી અને બેવડી સદીની ભેટ

ભારતીય ટીમના યુવા ઓપનર શુભમન ગિલ (Shubman Gill)ને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં કરેલા વિસ્ફોટક પ્રદર્શનનું પરિણામ મળ્યું છે. તેણે પ્રથમ વનડેમાં શાનદાર સદી અને બીજી વનડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. હાલમાં તે ICC વનડે રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન છે અને વેસ્ટ ઈન્ડિઝ સામેની આ સીરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટર પણ બન્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ચમક્યા

વિશ્વના નંબર-2 ઓલરાઉન્ડર સિકંદર રઝા (Sikandar Raza) ને પણ આ યાદીમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં રમાયેલી 3 મેચોની વનડે સીરીઝમાં તેણે બેટ અને બોલ બંનેથી જોરદાર પ્રદર્શન નોંધાવ્યું હતું, જેના પરિણામે તે સપ્ટેમ્બર મહિનાના પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ થવામાં સફળ થયો છે.