જેફરી એપસ્ટિનની અય્યાશીના વીડિયો સામે આવ્યા, ક્યાંક મહિલા પાછળ દોડે છે તો ક્યાંક...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Epstein Files: અમેરિકાના ન્યાયતંત્ર દ્વારા જેફરી એપસ્ટિન સાથે જોડાયેલી નવી ફાઈલ્સ જાહેર કરવામાં આવી છે. આ દસ્તાવેજો 'એપસ્ટિન ફાઈલ્સ'ના નામથી પણ ઓળખાય છે. તેમા એવા લોકો સાથેના સંબંધો બહાર આવી રહ્યા છે જેની ક્યારેય કલ્પના કરવામાં આવી ન હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત, તેના સંબંધિત દસ્તાવેજોમાં ઘણાં વિશ્વ નેતાઓ અને અન્ય હસ્તીઓના નામ શામેલ છે. આમાંથી ઘણાં નામ ભારતના પણ છે. એપસ્ટિનની ડાયરી, તેમના પત્રો, ઇમેઇલ્સ અને અન્ય દસ્તાવેજો સહિત લગભગ 30 લાખ દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન, એપસ્ટિનના કેટલાક નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે જેમાં તે મહિલાઓ સાથે મસ્તી કરતા જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં જેફરી એપસ્ટિન એક મહિલાની પાછળ દોડી રહ્યો છે. જ્યારે અન્ય એક વીડિયોમાં જેફરી એપસ્ટિન મહિલા સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. જોકે, ગુજરાત સમાચાર આ વીડિયોની સત્યતાનો દાવો કરતું નથી.
જેફરી એપસ્ટીન કોણ હતો?
જેફરી એપસ્ટીન અમેરિકાનો એક ધનવાન અને હાઇ-પ્રોફાઇલ સોશલાઇટ હતો, જે કાળા કારનામા માટે કુખ્યાત છે. તેની પાસે ન્યૂયોર્કથી ફ્લોરિડા સુધીની કરોડોની સંપત્તિઓ, પ્રાઇવેટ જેટ અને આલિશ રિસોર્ટ્સ હતા.
1990 અને 2000ના દાયકામાં તેના સંબંધો બિલ ક્લિન્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રિન્સ એન્ડ્રુ અને બિલ ગેટ્સ જેવી રાજકીય અને મનોરંજન જગતની મોટી હસ્તીઓ સાથે હતા. 2002માં ડોનાલ્ડ ટ્રમ્પે તેને ખૂબ સારો માણસ ગણાવ્યો હતો. જો કે, 2007માં તે સગીરાઓના જાતીય શોષણના મોટા કાંડમાં ફસાયો. વિવાદાસ્પદ 'પ્લી ડીલ'ને કારણે તેને માત્ર 13 મહિના જેલમાં રહેવું પડ્યું અને તેનું નામ યૌન અપરાધી તરીકે નોંધાયું. 2019માં સગીરોની જાતીય ટ્રાફિકિંગના આરોપોમાં તેની ફરી ધરપકડ થઈ, પરંતુ કેસ શરૂ થાય તે પહેલાં જ તેણે જેલમાં કથિત રીતે આપઘાત કરી લીધો હતો.








