વિશ્વના 14 સૌથી ઉંચા શિખર સર કરનારા નેપાળના નિર્મલનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વિશ્વવિખ્યાત પર્વતારોહક હિમસ્ખલનનો ભોગ બન્યા
- છ વખત માઉન્ટ એવરેસ્ટ પાર કરનારા નિર્મલ પીઓકેમાં 12માં સૌથી ઉંચા પહાડ પર ચડી રહ્યા હતા
નવી દિલ્હી : વિશ્વભરમાં પર્વતારોહણ માટે જાણિતા મૂળ નેપાળના નિર્મલ પુરજાનું વિશ્વના ૧૨માં સૌથી ઉંચા પહાડ પર ચડતી વખતે મોત નિપજ્યું હતું. માઉન્ટ એવરેસ્ટ, મકાલુ અને એલહોટ્સે પહાડોને માત્ર ૪૮ કલાકમાં પાર કરીને વિશ્વ રેકોર્ડ સ્થાપનારા નિર્મલ અનેક પર્વતારોહકો માટે પ્રેરણા સમાન હતા.
મૂળ નેપાણના નિર્મલ પુરજા પોતાના શોર્ટ નેમ નિમ્સ તરીકે ઓળખાતા હતા, તેઓ પીઓકેમાં વિશ્વના ૧૨માં સૌથી ઉંચા બ્રોડ પીક (૮૦૦૦ મીટર)ઉંચા પહાડ પર ચડવા પ્રયાસ કરી રહ્યા હતા. તે સમયે જ અચાનક હિમસ્ખલન થતા તેઓ તેની લપેટમાં આવી ગયા હતા અને નીચે પટકાયા હતા. જે બાદ તેમની અને ટીમની શોધખોળ શરૂ કરાઇ હતી, હવે નિર્મલ પુરજા અને તેમના અન્ય સાથીઓના મૃતદેહ મળી આવ્યા છે.
૨૦૦૩માં બ્રિટિશ સૈન્યમાં ગુરખા રેજિમેન્ટમાં જોડાયા બાદ નિર્વત થનારા નિર્મલ અનેક પહાડોને પાર કરીને રેકોર્ડ સ્થાપી ચુક્યા છે. ૪૩ વર્ષીય નિર્મલ વિશ્વના ૧૪ સૌથી ઉંચા પહાડો ચડી ચુક્યા છે. ૨૦૧૯માં તેમણે માત્ર ૧૮૯ દિવસમાં આ રેકોર્ડ સ્થાપ્યો હતો. જેના પર ૧૪ પીક્સ નામની ડોક્યુમેન્ટરી પણ બની ચુકી છે. ૧૯૮૩માં નેપાળના દાના ગામમાં જન્મેલા નિર્મલનો પરિવાર સૈન્યમાં સેવા આપી ચુક્યો હતો. ૨૦૧૨માં નિર્મલે પર્વતારોહણ શરૃ કર્યું હતું જે બાદ તેમણે છ વખત માઉન્ટ એવરેસ્ટ પહાડ ચડી બતાવ્યો હતો. યુવાનોમાં પર્વતારોહણને લઇને નવો ઉત્સાહ તેમણે જગાવ્યો હતો. તેમના મૃત્યુ પછી એક સવાલ એ પણ થઇ રહ્યો છે કે નિર્મલ પીઓકેના આ પહાડ પર ટોચ સુધી જવા નહોતા માગતા તેમ છતા એ દીશામાં કેમ આગળ વધ્યા. ૨૭મીએ તેમણે કહ્યું હતું કે હું બ્રોડ પીક પર ચડાઇ કરવા નથી માગતો.









