World

નેપાળના વડાપ્રધાન બાલેન શાહની સૌથી પહેલી વિદેશ યાત્રા ભારતની હશે : રીપોર્ટ

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં ભીષણ પૂર વચ્ચે, ભારતે 47.5 ટન રાહત સામગ્રી મોકલી મદદનો હાથ લંબાવ્યો છે. નેપાળના PM બાલેન શાહ પદ સંભાળ્યા બાદ પ્રથમ વિદેશ યાત્રાએ ભારત આવશે. નેપાળના નાણામંત્રી સ્વર્ણિમ વાગલેએ આ માહિતી આપી હતી. PM મોદીએ ફોન પર શોક વ્યક્ત કરી, તમામ મદદની ખાતરી આપી. નેપાળના PMએ ભારતનો આભાર માન્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળના વડાપ્રધાન બાલેન શાહની સૌથી પહેલી વિદેશ યાત્રા ભારતની હશે : રીપોર્ટ
  • બાંગ્લાદેશના વડાપ્રધાન સૌથી પહેલા ચીન ગયા
  • સંકટની ઘડીમાં ભારત નેપાળની મદદે સૌથી પહેલું પહોંચ્યું ૪૭.૫ ટન રાહત સામગ્રી મોકલી હજી વધુ સામગ્રી મોકલશે

નવી દિલ્હી : નેપાળના વડાપ્રધાન બાલેન શાહ પોતાની સૌથી પહેલી વિદેશ યાત્રામાં ભારત આવનારા છે. નેપાળમાં આવેલા ભીષણ પૂર વચ્ચે નેપાળના વિત્ત મંત્રી સ્વર્ણિમ વાગલેએ ગુરૂવારે સાંજે આ માહિતી આપી હતી. તેઓએ એક કાર્યક્રમમાં કહ્યું કે વડાપ્રધાન શાહ આ વર્ષના અંત સુધીમાં ભારતની યાત્રાએ જશે.
કાઠમંડુમાં આયોજિત એન.ડી. ટીવી સમિટમાં સંબોધન કરતાં વાગલેએ કહ્યું કે હવે તે તારીખોને અંતિમ રૂપ અપાઈ રહ્યું છે પરંતુ તેમને પૂરી ખાત્રી છે કે, પદ સંભાળ્યા પછી શાહની પહેલી વિદેશયાત્રા ભારતની હશે, અમે તે માટે ચર્ચા કરી રહ્યા છીએ. હવે તારીખ નિશ્ચિત કરવાની જ બાકી છે.
દરમિયાન જાણવા મળ્યું છે કે નેપાળને ટ્રેન માટે હવે વધુ રાહ જોવી નહીં પડે. ૩૧મીથી જ વારાણસી એક્સપ્રેસ શરૂ થવાની પૂરી સંભાવના છે.
નેપાળના વિત્તમંત્રીનું નિવેદન એવે સમયે આવ્યું છે કે જ્યારે નેપાળ-તિબેટ સીમા પર આવેલાં પ્રચંડ પૂરો સામે નેપાળ ઝઝૂમી રહ્યું છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ઓછામાં ઓછા ૪૨૫થી વધુ લોકોનાં તે ઘોડાપૂરમાં નિધન થયા છે, ૧૫૦૦થી વધુ લાપત્તા થયા છે. કેટલાયે પૂલો તૂટી ગયા છે, માર્ગો ધોવાઈ ગયા છે.
સંકટની આ ઘડીમાં ભારત સૌથી પહેલું નેપાળની મદદે દોડયું હતું. ભારતે હજી સુધીમાં કુલ ૪૭.૫ ટન જેટલી રાહત સામગ્રી એર-લિફ્ટ કરી નેપાળ મોકલી છે. હજી વધુ મોકલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલેન શાહ સાથે ફોન ઉપર વાત કરી, આ સંખટ અંગે ઘેરો શોક વ્યક્ત કર્યો હતો સાથે સોશ્યલ મીડીયા પર કરેલા પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારત સરકાર અને ભારતની જનતા પણ આ શોકની ઘડીમાં પોતાનાં નેપાળી ભાઈ-બહેનો સાથે એકજૂથ થઈ ઊભા રહેશે.
વડાપ્રધાન મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર બાલેન શાહને પુરૃં આશ્વાસન આપવા સાથે કહ્યું હતું કે ભારતની ટીમો, બચાવ અને રાહતના પ્રયાસોમાં પૂરેપૂરો સાથ આપી રહી છે, અને આપતું રહેશે. ભારત હરસંભવ માનવીય સહાય કરવા તૈયાર જ છે.
ભારતે ત્વરિત મોકલેલી સહાય માટે બાલેન શાહ પી.એમ. મોદીનો આભાર વ્યક્ત કરતાં ફોન ઉપર ભાવુક બની ગયા હતા. તેઓએ સોશ્યલ મીડીયા પોસ્ટ ઉપર લખ્યું : 'અમે આ મુશ્કેલીની ઘડીમાં નેપાળ પ્રત્યે એકજૂથતા દર્શાવવા માટે તેમજ આપના આત્મીય શબ્દો અને સહાય તથા ઉદારતા માટે અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સરકારનો આ ભાવ આપણા બંને દેશો વચ્ચેની મૈત્રી અને સંબંધોને મજબૂત કરશે અમે તેને ઘણું મહત્વ આપીએ છીએ.'
પરંપરાગત રીતે નેપાળના વડાપ્રધાન તેમજ પહેલાં બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીના પણ પદ સંભાળ્યા પછી સૌથી પહેલા ભારતની યાત્રાએ આવે છે. પરંતુ આ વખતે બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને સૌથી પહેલી વિદેશયાત્રા ચીનની કરી. જ્યારે બાલેન શાહ સૌથી પહેલા ભારતની યાત્રાએ આવશે.