World

નાસા 27 વર્ષ પછી ઐતિહાસીક એસઆર-71એ ફરી ઉડાડશે

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
નાસા 27 વર્ષથી ભૂમિગત પોતાના ઐતિહાસિક SR-71 બ્લેકબર્ડ જાસૂસી વિમાનને ફરી આકાશમાં ઉડાડવાની શક્યતા ચકાસી રહ્યું છે. આ માટે નિવૃત્ત એન્જિનીયરોનો સંપર્ક કરાયો છે. આ વિમાન, ટેલ નંબર 844, નાસાના પ્રાયોગિક X-પ્લેન સાથે સામ્યતા ધરાવતું હોવાથી તેના સ્પેર પાર્ટ્સનો ઉપયોગ થશે. જોકે, નાસાએ સત્તાવાર પુષ્ટિ નથી કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

નાસા 27 વર્ષ પછી ઐતિહાસીક એસઆર-71એ ફરી ઉડાડશે
  • અમેરિકાનું સૌથી ઝડપી જાસૂસી વિમાન ફરી ઉપયોગમાં લેવાશે
  • નવા પ્રાયોગિક એક્સ વિમાન સાથે સામ્યતા ધરાવતું હોવાથી તેના સ્પેર પાર્ટ્સ ઉપયોગમાં લેવાના પ્રયાસ

નવી દિલ્હી : નાસા લગભગ ૨૭ વર્ષથી ભૂમિગત થયેલા પોતાના ઐતિહાસીક એસઆર-૭૧ બ્લેકબર્ડ જાસૂસી વિમાનને ફરી આકાશમાં ઉડાડવાની શક્યતા ચકાસી રહ્યું છે. એના માટે નાસાએ વિમાન પર અગાઉ કામ કરી ચૂકેલા નિવૃત્ત એન્જિનીયરોનો સંપર્ક કર્યો છે. ખાસ કરીને ટેલ નંબર ૮૪૪ ધરાવતું આ વિમાન ૯ ઓક્ટોબર, ૧૯૯૯ના રોજ એસઆર-૭૧ની અંતિમ ફ્લાઈટ માટે જાણીતુ છે. આ વિમાન નાસાના પ્રયોગાત્મક એક્સ પ્લેન સાથે સામ્યતા ધરાવતું હોવાથી તેના સ્પેર પાર્ટ્સ માટે ફરી સક્રિય કરવાના પ્રયાસ કરવામાં આવશે.
કેલિફોર્નિયાના એડવર્ડ્સ એરફોર્સ બેસ ખાતે નાસાના આર્મસ્ટ્રોન્ગ ફ્લાઈટ રિસર્ચ પ્રદર્શિત આ વિમાનને તાજેતરમાં ડિસ્પ્લે પોલ પરથી ઉતારીને અગાઉ સ્પેસ શટલ માટે વપરાતા હેન્ગરમાં ખસેડવામાં આવ્યું હોવાની સેટેલાઈટ તસવીરો પરથી જણાયું છે.
જો કે નાસાએ વિમાનને ફરી ઉડાડવાના પ્રોજેક્ટની સત્તાવાર પુષ્ટી નથી કરી તેમજ હાલમાં વધારાની માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે.
નિવૃત્ત ટેસ્ટ એન્જિનીયરોના મતે લાંબા સમય સુધી જમીન પર રહેલા વિમાનને ફરી ઉડાડવું અત્યંત મુશ્કેલ બની શકે છે.
વિમાનમાં ભેજ અને રેતી પ્રવેશી ગયા હોવાની પણ શક્યતા છે, જ્યારે તેના એન્જિનની પણ દાયકાઓથી યોગ્ય રીતે જાળવણી ન થઈ હોવાની સંભાવના છે. ઉપરાંત એસઆર-૭૧ માટે જરૂરી વિશિષ્ટ સાધનો, એન્જિનના ભાગો, જેપી-૭ ઈંધણ, ટ્રાઈએથિલબોરેન, ખાસ તેલ અને હાઈડ્રોલિક પ્રવાહી પણ જરૂર પડશે. આ પ્રયાસ નાસાના નવા પ્રાયોગિક એક્સ વિમાનોના આયોજન સાથે પણ સંકળાયેલો છે. નાસા પ્રશાસક જેરેડ આઈઝેકમને ભૂતકાળ કરતા વધુ ઊંચે અને વધુ ઝડપે ઉડવાની યોજનાઓ વિશે સંકેત આપ્યા છે. જો એસઆર-૭૧ ફરી ઉડાડવાનું શક્ય બને, તો મ્યુઝિયમમાં રહેલા અન્ય બ્લેકબર્ડમાંથી એન્જિન અને સ્પેર પાર્ટ્સ મેળવવામાં મદદ મળી શકે.
૨૦૦૭માં આશરે ૬૦ કરોડ ડોલરના સ્પેર પાર્ટ્સ નષ્ટ કરાયા હોવાથી ભાગોની ઉપલબ્ધિ મોટો પડકાર છે.