World

ન્યૂયોર્કના મેનહોલનું રહસ્ય: રાત્રે ગટરમાં ઉતરીને શું શોધી રહ્યા છે લોકો? પોલીસ પણ દંગ!

By GS Team
4 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આજકાલ એક અત્યંત અજીબ અને રહસ્યમય ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા કેટલાક વીડિયોમાં જોવા મળ્યું છે કે, મોડી રાત્રે અંધારામાં કેટલાક લોકો રસ્તા પર આવેલા ગટરના મેનહોલના ઢાંકણા ખોલીને સીવર સિસ્ટમની અંદર ઉતરી રહ્યા છે અને કલાકો સુધી અંદર રહ્યા બાદ પાછા બહાર આવે છે. બ્રુકલિન અને ક્વીન્સ જેવા અલગ-અલગ વિસ્તારોમાં બનેલી આ ઘટનાઓને કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને વહીવટી તંત્રની ચિંતા પણ વધી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ન્યૂયોર્કના મેનહોલનું રહસ્ય: રાત્રે ગટરમાં ઉતરીને શું શોધી રહ્યા છે લોકો? પોલીસ પણ દંગ!

New York sewer mystery: અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આજકાલ એક અત્યંત અજીબ અને રહસ્યમય ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા કેટલાક વીડિયોમાં જોવા મળ્યું છે કે, મોડી રાત્રે અંધારામાં કેટલાક લોકો રસ્તા પર આવેલા ગટરના મેનહોલના ઢાંકણા ખોલીને સીવર સિસ્ટમની અંદર ઉતરી રહ્યા છે અને કલાકો સુધી અંદર રહ્યા બાદ પાછા બહાર આવે છે. બ્રુકલિન અને ક્વીન્સ જેવા અલગ-અલગ વિસ્તારોમાં બનેલી આ ઘટનાઓને કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને વહીવટી તંત્રની ચિંતા પણ વધી ગઈ છે.

આતંકી કાવતરું કે હથિયારો છુપાવવાની જગ્યા? ન્યૂયોર્ક પોલીસ એક્શનમાં

આ ઘટના સામે આવ્યા બાદ ન્યૂયોર્ક પોલીસ વિભાગ (NYPD) તાત્કાલિક એક્શનમાં આવી ગયું હતું. પોલીસને એવી આશંકા હતી કે, કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ, આતંકી કાવતરા અથવા હથિયારો છુપાવવા માટે આ ભૂગર્ભ ગટર નેટવર્કનો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને? આ ખતરાને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્ક પોલીસે પોતાની સ્પેશિયલ ઈમરજન્સી સર્વિસ યુનિટના ટ્રેન્ડ કમાન્ડોને તપાસ માટે ગટરની અંદર ઉતાર્યા હતા. જો કે, સદનસીબે તપાસ દરમિયાન અંદરથી કોઈ વિસ્ફોટક, હથિયાર કે શંકાસ્પદ સામાન મળ્યો નથી અને જાહેર સુરક્ષાને કોઈ મોટો ખતરો ન હોવાનું પોલીસે જણાવ્યું છે.

શું અડધી રાત્રે ગટરમાં 'ખજાનો' શોધી રહ્યા છે લોકો?

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ન્યૂયોર્ક પોલીસને એવી શંકા છે કે ગટરમાં ઉતરનારા આ લોકો 'ટ્રેઝર હન્ટર્સ' એટલે કે ખજાનો શોધનારા હોઈ શકે છે. તેઓ ન્યૂયોર્કના વર્ષો જૂના સીવર નેટવર્કમાં છુપાયેલી ઐતિહાસિક કે કિંમતી વસ્તુઓની શોધમાં અંદર જતા હોવાનું મનાય છે. આવી જ એક ઘટનામાં, બ્રુકલિનના ફ્લેટબુશ વિસ્તારમાં મેકડોનાલ્ડ એવેન્યુ પાસે મોડી રાત્રે આશરે સાત લોકોને મેનહોલમાંથી અંદર ઉતરતા જોવામાં આવ્યા હતા અને આ લોકો રાત્રે 2 વાગ્યે કલાક બાદ તે જ મેનહોલમાંથી પાછા બહાર આવ્યા હતા.

આ પણ વાંચો: પરંપરાના નામે ક્રૂરતા: 1000 વર્ષ જૂની પ્રથા માટે સમુદ્રમાં વહ્યું લોહી, 700થી વધુ વ્હેલ અને ડોલ્ફિનની દર્દનાક હત્યા

ગટરમાં ઉતરવું ગેરકાનૂની અને જીવલેણ: તંત્રની ચેતવણી

શહેરના પર્યાવરણ સંરક્ષણ વિભાગ (DEP) દ્વારા આ સીવર નેટવર્કની તપાસ કરવામાં આવી છે, જેમાં સરકારી સાધનોને કોઈ નુકસાન પહોંચ્યું ન હોવાનું સામે આવ્યું છે. જો કે, અધિકારીઓએ કડક ચેતવણી આપી છે કે, આ રીતે પરવાનગી વગર ગટરની અંદર પ્રવેશ કરવો એ માત્ર ગેરકાનૂની જ નથી, પરંતુ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. સીવર સિસ્ટમની અંદર ઝેરી ગેસ, અચાનક પૂર આવવાનું જોખમ, લપસણી સપાટી અને ઓક્સિજનની ભારે કમી જેવી જીવલેણ પરિસ્થિતિઓ હોય છે. હાલમાં પોલીસ આ રહસ્યમય લોકોની ઓળખ કરવા અને તેમનો અસલી હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે.