World

'ખતમ કરી નાખીશ' તેવી ટ્રમ્પની ધમકી સામે ઇરાને બાલકૃષ્ણની ફિલ્મ ક્લિપ દર્શાવી

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
ઝિમ્બાબ્વે સ્થિત ઈરાની દૂતાવાસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બોલિવૂડ ફિલ્મ 'ભગવંત કેસરી' જોવાની સલાહ આપી છે. દૂતાવાસે 2023ની આ તેલુગુ ફિલ્મનો 58 સેકન્ડનો વીડિયો શેર કર્યો, જેમાં હીરો બાલાક્રિષ્ના ગોળીબારથી બચવા ગટરનું ઢાંકણું આડું ધરી દે છે. ટ્રમ્પ ઈરાનને ખતમ કરવાની વાત કરે છે, ત્યારે આ ફિલ્મ દ્વારા વ્યંગ કરવામાં આવ્યો કે ઈરાન પણ રક્ષણ વિનાનું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ખતમ કરી નાખીશ' તેવી ટ્રમ્પની ધમકી સામે ઇરાને બાલકૃષ્ણની ફિલ્મ ક્લિપ દર્શાવી
  • ટ્રમ્પે બોલીવૂડની આ ફિલ્મ જોવી જોઈએ : ઇરાની દૂતાવાસ
  • બાલકૃષ્ણની તેલુગુ ફિલ્મમાં અભિનેતા બાલકૃષ્ણ ગોળીબાર સામે ગટરનું ઢાંકણું આડું કરી પોતાને બચાવતો દર્શાવાયો છે

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોલીવૂડની ફિલ્મો જોવાને બદલે બોલીવૂડની ફિલ્મો જોવી જોઈએ. તેમ ઝિમ્બાબ્વે સ્થિત ઇરાનના રાજદૂતે વ્યંગમાં કહ્યું હતું. તેમણે ૨૦૨૩માં ઉતારાયેલી તેલુગુ ફિલ્મ ભગવંથ-કેસરીની ૫૮ સેકન્ડની ફિલ્મ એક્સ-પ્લેટફોર્મ ઉપર રજૂ કરી હતી. જેમાં અધિનાયક (હીરો) નંદપુરી બાલકૃષ્ણને તેની ઉપર થતા ગોળીબાર સામે ગટરનું ઢાંકણું આડું ધરી પોતાને બચાવતો દર્શાવવામાં આવ્યો છે.
ટ્રમ્પે સં.રા.ની મહાસભાનાં સત્રનાં ઉદ્ધાટન સમયે આપેલા પ્રવચનમાં કહ્યું હતું કે તેઓ વિચારી રહ્યા છે કે ઇરાન સાથે સમજૂતી કરવી કે તે ઇસ્લામિક રીપબ્લિકને ખતમ કરી નાખવું ?
આ સાથે તે ફિલ્મમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રમ્પ ઇરાનને ખતમ કરી નાખવાની વાતો તો કરે જ છે, સાથે તેઓ તે પણ જાણે છે કે ઇરાન રક્ષણ વગરનું નથી. આ સાથે દૂતાવાસે એક તેલુગુ ફિલ્મનો એક શોર્ટ દર્શાવ્યો હતો. જો કે તેમાં ટોલીવૂડને બદલે તે ફિલ્મ બોલીવૂડની હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. તેમાં હીરો બાલકૃષ્ણ દુશ્મનોથી ઘેરાઈ જાય છે, તેમની ગોળીબારીથી બચવા હીરો મેનહોલનું ઢાંકણું ઉંચકી આડું ધરી દે છે. અને બચી જાય છે, તે પછી તે એક તોપ ઉપર ચઢી જાય છે. પરંતુ તોપ ફોડતો નથી તેને બદલે એક વિશાળ ગેસ સીલીન્ડરમાંથી સામે રહેલા માણસો તરફ ગેસ વહેતો કરે છે. આવા આ પોસ્ટ પછી ઝિમ્બાબ્વે સ્થિત ઇરાની દુતાવાસે ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર વ્યંગ (જોક) કરી હતી.
આવા ઉગ્ર વિધાનો છતાં અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ મંત્રણા આવી રહી છે. જેમાં અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઇ જારેક ક્રુશનેર અમેરિકા વતી ભાગ લઇ રહ્યા છે. એક તરફ ટ્રમ્પ ધમકી આપે છે તો બીજી તરફ મંત્રણા ચાલુ રાખે છે. બંનેને મંત્રણાના મેજ પર લાવવા માટે કતારની મધ્યસ્થી પ્રશંસનીય છે.