Get The App

મસ્કની કંપની એક્સને ઓસ્ટ્રેલિયામાં 4.65 લાખ ડોલરનો દંડ કરાયો

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
મસ્કની કંપની એક્સને ઓસ્ટ્રેલિયામાં  4.65 લાખ ડોલરનો દંડ કરાયો 1 - image

- કોર્ટના ચુકાદાના પગલે ત્રણ વર્ષની કાયદાકીય લડાઈ પૂરી

- સોશિયલ મીડિયા સાઇટ પર બાળકોની જાતીય સતામણી સામે સુરક્ષાની વિગતો પૂરી ન પાડતા દંડ

નવી દિલ્હી : સોશિયલ મીડિયા સાઇટ એક્સનો મુસીબતો પીછો છોડતી લાગતી નથી. ઓસ્ટ્રેલિયન જજે એક્સ કોર્પોરેશનને ૬.૫૦ લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (૪.૬૫ લાખ અમેરિકન ડોલર)નો દંડ ફટકાર્યો છે. ઓનલાઇન ઓબ્ઝર્વરને ૨૦૨૩માં  બાળકોની જાતીય સતામણીના વિષયના સંદર્ભમાં વિગતો પૂરી પાડવામાં નિષ્ફળ જવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. 

ફેડરલ કોર્ટના જજ માઇકલ વ્હીલહને ટેક્સાસ સ્થિત સોશિયલ મીડિયા જાયન્ટને ઇસેફટી કમિશ્નર જુલી ઇનમાન ગ્રાન્ટને ૪૫ દિવસની અંદર એક લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (૭૧ હજાર અમેરિકન ડોલર)ની ચૂકવણી કરવા આદેશ આપ્યો છે.

આ ચુકાદાના પગલે એક્સન ત્રણ વર્ષની કાયદાકીય લડાઈનો અંત આવ્યો છે. તેમા એક્સની દલીલ હતી કે તે ઇસેફટી કમિશનના સવાલોનો જવાબ આપવા બંધાયેલું નથી. તેના કારણે કોર્ટે કંપનીની બરોબરની ઝાટલણી કાઢી હતી. 

એક્સે કબૂલ્યું હતું કે ઓસ્ટ્રેલિયા ઓનલાઇન સેફટી એક્ટનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે. આ કાયદા મુજબ ઇસેફટીના સવાલોનો જવાબ આપવાનો હોય છે. આ જવાબ ન આપવા બદલ કંપનીને ૨૨ ફેબુ્રઆરી ૨૦૨૩ના રોજ નોટિસ ગઈ હતી. એક્સે તેના પછી ૨૯ માર્ચ સુધીમાં જવાબ આપવાના હતા.  એક્સના વકીલે જણાવ્યું હતું કે ઇસેફટી તેમના પર પાંચ મે ૨૦૨૩ પછીની સ્થિતિ માટે નિયમોનો ભંગ થયાનો આરોપ મૂકી ન શકે. તેનું કારણ એ છે કે કંપની આ સમયે પરિવર્તનની સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. તેનેું મેનેજમેન્ટ બદલાયુ હતુ. અબજપતિ મસ્કે કંપનીને ટેકઓવર કરી હતી.

ઇસેફટીએ ટ્વિટરને નોટિસ મોકલી હતી, જે કંપની માર્ચ ૨૦૨૩ના રોજ એક્સમાં મર્જ થઈ ગઈ હતી. જો કે એક્સ અને ઇસેફટી તે વાત પર સંમત થયા છે કે દંડ યોગ્ય છે.