મોજતબા ખામેનેઈ અતિ ગંભીર હૉસ્પિટલમાં લઈ જવાયા : રિપોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જેરૂસલેમ પોસ્ટએ જણાવ્યું કે, થોડા સમયમાં જ તેઓની 'શહીદીના સમાચાર મળે તો આશ્ચર્ય નહીં થાય'
જેરૂસલેમ/ તહેરાન : ઇઝરાયલી મીડીયાએ શુક્રવારે મોડી સાંજે જણાવ્યું હતું કે, ઇરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની અતિ ગંભીર છે અને તેઓને હૉસ્પિટલમાં લઈ જવાયા છે.
ચેનલ-૧૪ (સી-૧૦૪) પણ ઇરાનના આંતરિક વર્તુળોને ટાંકતા જણાવે છે કે, મોજતબાની સ્થિતિ અતિ ગંભીર છે અને તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા છે. જેરૂસલેમ પોસ્ટ વધુમાં જણાવે છે કે, થોડા સમયમાં જ આપણને તેઓની શહીદીના સમાચાર મળે તો તેનાથી આશ્ચર્ય નહીં થાય.
તે સર્વવિદિત છે કે ફેબુ્રઆરી ૨૮, ૨૦૨૬ના દિવસે ઇઝરાયલ અને અમેરિકાએ કરેલા સંયુક્ત હુમલામાં તે સમયના ઇરાનના સર્વોચ્ચ નેતા અને મોજતબાના પિતા આયોતોલ્લાહ અલી ખામેનઈની નિધન થયું હતું. તે પછી મોજતબા ઇરાનના સર્વોચ્ચ નેદા પદે આવ્યા પરંતુ ત્યારથી હજી સુધી મોજતબા કદી જાહેરમાં દેખાયા નથી તેઓ લિખિત નિવેદનો આદેશો આપતા રહ્યા છે.
આ બધી ઘટનાઓ ઉપરથી તેમ લાગે છે કે તેઓ પણ ઇઝરાયેલ અમેરિકાના પહેલા જ પ્રહારમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓનો ચહેરો પણ એટલો જ ખરાબ થઈ ગયો હશે તેથી તેઓએ જાહેરમાં આવવાનું ટાળી રહ્યા છે અને ઇરાનના અન્ય નેતાઓ સાથે માત્ર લિખિત રીતે જ પોતાના આદેશો આપતા રહ્યા છે જે આદેશો વચગાળાના માણસો દ્વારા પહોંચાડાઈ રહ્યા છે.
વચમાં એકવાત તો એવી વહેતી થઈ હતી કે મોજતબા ઇરાનમાં જ નથી તો બીજી તરફ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તો જાહેર કર્યું હતું કે, ખામેની ૯૦ ટકા ખતમ થઈ ગયો છે.
પહેલા તો ઇરાનના અધિકારીઓ આ વાત ટાળી નાખી હતી પરંતુ પ્રમુખ મેઝેશ્કીયાને જ કહ્યું હતું કે મોજતબાને મળવું અતિ મુશ્કેલ છે. બીજી તરફ મોજતબા છેલ્લા પાંચ માસથી જાહેરમાં નહી દેખાતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભાતભાતની અટકળો શરૂ થઈ ગઈ છે.
એક વાત તેવી વહી રહી છે કે, તા. ૨૮ ફેબુ્રઆરીએ થયેલા હુમલા પછીના બીજા દિવસે થયેલા પ્રચંડ હુમલામાં મોજતબાને ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી તેનો ચહેરો બળી જતાં ઘણો વિકૃત થઈ ગયો છે તેથી તેઓ જાહેરમાં દેખાતા નથી. માત્ર લિખિત આદેશો જ ખૂબ વિશ્વાસપાત્ર માણસો દ્વારા પાઠવે છે અને તે દુનિયાને દર્શાવે છે કે હજી તેઓ ઇરાનને નેતૃત્વ આપે છે. પરંતુ કેટલાકને તેમ કહે છે કે, ઇરાનનું શાસન કોણ સંભાળે છે તે જ ખબર પડતી નથી. સંભવત તે છે કે ભૂમિદળ કે બાકી રહેલા નૌકાદળના અધિકારીઓ પોતાની રણનીતિ મુજબ લડયા કરે છે.









