World

મિડલ ઈસ્ટ સંઘર્ષ: હોર્મુઝમાં USના હુમલામાં 5ના મોતનો દાવો, UAE પર ડ્રોન ઍટેક; બહેરીનમાં ઈમરજન્સી જાહેર

By GS Team
5 May 20262 mins read
TukuTouch Logo
Middle East conflict 2026: પશ્ચિમ એશિયામાં 18 દિવસના કામચલાઉ યુદ્ધવિરામ બાદ સ્થિતિ ફરી વિસ્ફોટક બની છે. હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. ઈરાનની મીડિયાએ સૈન્ય સૂત્રોના હવાલેથી દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી છે, જેમાં 5 નાગરિકોના મોત થયા છે. જોકે, અમેરિકાએ આ દાવા પર મૌન સેવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટ સંઘર્ષ: હોર્મુઝમાં USના હુમલામાં 5ના મોતનો દાવો, UAE પર ડ્રોન ઍટેક; બહેરીનમાં ઈમરજન્સી જાહેર

Middle East conflict 2026: પશ્ચિમ એશિયામાં 18 દિવસના કામચલાઉ યુદ્ધવિરામ બાદ સ્થિતિ ફરી વિસ્ફોટક બની છે. હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. ઈરાનની મીડિયાએ સૈન્ય સૂત્રોના હવાલેથી દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી છે, જેમાં 5 નાગરિકોના મોત થયા છે. જોકે, અમેરિકાએ આ દાવા પર મૌન સેવ્યું છે.

ફરી યુદ્ધ શરૂ? UAE અને ઓમાનમાં હુમલા, બહેરીનમાં ઈમરજન્સી

યુનાઈટેડ આરબ અમીરાતે સત્તાવાર રીતે જણાવ્યું છે કે ઈરાનના ડ્રોને ફુજૈરાહ સ્થિત તેલ સુવિધા કેન્દ્રને નિશાન બનાવ્યું છે, જેના કારણે ભયાનક આગ લાગી હતી. આ કેન્દ્ર હોર્મુઝને બાયપાસ કરતું મહત્વનું પાઈપલાઈન હબ છે. બીજી તરફ, ઓમાનમાં પણ રહેણાંક ઈમારત પર હુમલાના સમાચાર છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે બહેરીને દેશમાં 'નેશનલ ઈમરજન્સી' જાહેર કરી દીધી છે.

વિશ્વભરમાં ફફડાટ! ઓઈલના ભાવમાં 6 ટકાનો ઉછાળો

આ હુમલાઓની સીધી અસર વિશ્વના અર્થતંત્ર પર પડી છે. ગ્લોબલ માર્કેટમાં તેલની કિંમતોમાં 6 ટકાનો તોતિંગ વધારો થયો છે. બ્રિટિશ સેનાએ પણ અમીરાત તટ પાસે એક માલવાહક જહાજમાં આગ લાગી હોવાની પુષ્ટિ કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ હુમલાઓમાં હાથ હોવાનો ઇનકાર કર્યો છે અને અમેરિકાના 'પ્રોજેક્ટ ફ્રીડમ'ને 'પ્રોજેક્ટ ડેડલોક' ગણાવ્યો છે.

ટ્રમ્પે ઈરાનને ફરી દુનિયાથી મિટાવી દેવાની ધમકી આપી 

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તે અમેરિકી જહાજોને નિશાન બનાવશે તો તેને 'નેસ્તનાબૂદ' કરી દેવામાં આવશે. ટ્રમ્પે દક્ષિણ કોરિયાના જહાજ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો છે.