રશિયામાં યુક્રેનનો પ્રચંડ ડ્રોન હુમલો : વેરહાઉસ બળીને ખાક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રશિયાની સૌથી મોટી ઓનલાઇન રીટેલ કંપની ફરી નિશાન પર
- રશિયામાં ડ્રોન હુમલામાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થીની હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર
મોસ્કો : યુક્રેનનાં ડ્રોન હુમલાઓએ સમગ્ર રાત મોસ્કોની બહાર મોટા લોજિસ્ટિક સેન્ટરને નિશાન બનાવ્યું હતું. સવાર સુધી આ લોજિસ્ટિક સેન્ટરમાં આગ લાગી રહી હતી. રશિયાનાં સૌથી મોટા રિટેલ વેરહાઉસમાંથી એકમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો હતો.
યુક્રેન રશિયામાં વધુ ડ્રોન હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે. યુક્રેનિયન સૈનિકોનું એક નાનું જૂથ સૂર્યમુખીનાં ખેતરમાં એકત્ર થયું હતું. તેમણે વિસ્ફોટકો ભરેલા ૨૦ નાના વિમાન જેવા ડ્રોન એકત્ર કર્યા હતાં અને પછી તેને રશિયા તરફ છોડયા હતાં.
યુક્રેને લાંબા અંતરનાં ડ્રોન તૈયાર કર્યા છે જે રશિયાનાં અંતરિયાળ વિસ્તારો સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. આ ડ્રોન રશિયાનાં મિલિટ્રી, ઇન્ડસ્ટ્રિયલ અને લોજિસ્ટિક સાઇટ પર હુમલા કરે છે.
કીવને ચાલુ વર્ષે રશિયા પર હુમલાનું પ્રમાણ વધારી દીધું છે. રશિયા ચાલુ વર્ષે લાંબા અંતરની મિસાઇલ અને ડ્રોનથી રશિયાને નિશાન બનાવી રહ્યું છે.
યુક્રેનનાં હુમલાઓને કારણે રશિયન ઓનલાઇન રિટેલની મોટી કંપનીને અબજો ડોલરનું નુકસાન થયું છે. યુક્રેને દાવો કર્યો છે કે તાજેતરનાં તેના હુમલાઓને કારણે રશિયાનાં એરપોર્ટમાં અવરોધ ઉભો થયો છે અને ત્યાં ઇંધણની અછત ઉત્પન્ન થઇ છે અને રશિયન સૈનિકોનું મનોબળ નબળું પડયું છે.
આ દરમિયાન મોસ્કોમાં ભારતીય એમ્બેસીએ જણાવ્યું છે કે રશિયામાં એક ભારતીય વિદ્યાર્થીને ડ્રોન હુમલામાં સામાન્ય ઇજા થઇ છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
ભારતીય નાગરિકની ઓળખ ઉફામાં બશ્કિર સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીનાં સ્ટુડન્ટ તરીકે કરવામાં આવી છે. જો કે ભારતીય મિશને વિદ્યાર્થીનું નામ અને અન્ય વિગતો શેર કરી નથી.
ઉલ્લેખનીય છે કે હજારો ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે રશિયા જાય છે. તેમાંથી મોટા ભાગનાં વિદ્યાર્થીઓ મેડિકલનાં કોર્સ કરે છે.









