World

ચીનમાં પગરખાં બનાવતી ફેક્ટરીમાં વિકરાળ આગ, 28 લોકો ભડથું, રાષ્ટ્ર પ્રમુખ જિનપિંગે આપ્યા તપાસના આદેશ

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
ચીનના ફુજિયાન પ્રાંતના જિનજિયાંગ શહેરમાં આવેલી પગરખાંની ફેક્ટરીમાં ભયંકર આગ લાગી હતી. ગુરુવારે બપોરે બનેલી આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 28 લોકોના કરુણ મોત થયા છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાત્કાલિક બચાવ કામગીરી અને ઘટનાની ઝીણવટભરી તપાસના આદેશ આપ્યા છે. ફાયર ફાઈટરો અને બચાવકર્મીઓ દ્વારા આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનમાં પગરખાં બનાવતી ફેક્ટરીમાં વિકરાળ આગ, 28 લોકો ભડથું, રાષ્ટ્ર પ્રમુખ જિનપિંગે આપ્યા તપાસના આદેશ

China Fujian Shoe Factory Fire: ચીનના ફુજિયાન પ્રાંતમાં એક પગરખાં ફેક્ટરીમાં ભયંકર આગ લાગવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. AFPના રિપોર્ટ મુજબ, આ ઘટનામાં અંદાજે 28 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગે બચાવ કામગીરી ઝડપી કરવા, ઘટનાની ઝીણવટભરી તપાસ કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

ફેક્ટરીમાં આગથી 28ના મોત

ચીનની સરકારી સમાચાર એજન્સી સિન્હુઆએ પ્રારંભિક આંકડાઓને ટાંકીને જણાવ્યું છે કે ગુરુવાર, 9 જુલાઈના રોજ પૂર્વી ચીનમાં એક પગરખાંની ફેક્ટરીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે.

બચાવ કામગીરી અને જાનમાલનું નુકસાન

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે જિનજિયાંગ શહેરની ફેક્ટરીમાં લાગેલી આગને ઓલવવા માટે ડઝનબંધ ફાયર ફાઈટરો અને બચાવકર્મીઓ ઝડપથી કામ કરી રહ્યા હતા. રોઇટર્સના રિપોર્ટ મુજબ સરકારી બ્રોડકાસ્ટર CCTV અનુસાર, ગુરુવારે બપોરે ફુજિયાન પ્રાંતના જિનજિયાંગ શહેરમાં આગ લાગી હતી અને કેટલાક લોકો છત પર ફસાઈ ગયા હતા.