પાકિસ્તાનના પેશાવરમાં પ્રચંડ બ્લાસ્ટ, પોલીસ કર્મીઓને નિશાન બનાવાયા, 9ના મોત, અનેક ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રતિકાત્મક તસવીર |
Pakistan Blast News : પાકિસ્તાનમાં અવાર નવાર બ્લાસ્ટ અને હુમલાઓની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આજે પેશાવરમાં પોલીસને નિશાન બનાવતા પેશાવરમાં પ્રચંડ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ 9 જેટલા લોકો મૃત્યુ પામી ગયા હતા જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ સામેલ છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
Pakistan: Nine killed, four injured in Peshawar bomb blast
— ANI Digital (@ani_digital) October 2, 2025
Read @ANI Story |https://t.co/HsraEiTBbk#Peshawar #BombBlast #Pakistan pic.twitter.com/B99d73qjvx
પોલીસને નિશાન બનાવીને હુમલો કરાયો
આ ઘટના વિશે જાણકારી આપતાં પોલીસ અધિકારી મિયાં સઈદે જણાવ્યું કે આ હુમલો પોલીસને નિશાન બનાવીને જ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણ થઇ છે કે જે ડિવાઈસથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો તે પોલીસની મોબાઈલ વેનના માર્ગમાં ફીટ કરાયો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની હાલત ગંભીર છે જેના કારણે મૃતકાંક વધી શકે છે. હાલમાં સુરક્ષાદળોએ ઘટનાસ્થળે પહોંચી વિસ્તારને ઘેરી લીધો છે.









