Mali Defence Minister Kill: માલીમાં એક મોટો અને ખતરનાક હુમલો થયો. અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ વિદ્રોહીઓએ મળીને દેશના અનેક ભાગો પર એકસાથે હુમલો કર્યો. આ હુમલામાં દેશના સંરક્ષણ મંત્રી સાદિયો કેમારાએ જીવ ગુમાવ્યો. આ હુમલો એટલો મોટો હતો કે આખી દુનિયાની નજર માલી પર ટકેલી છે.
એક સાથે અનેક હુમલા
પ્રાથમિક વિગતો અનુસાર અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ વિદ્રોહીઓએ આ કાવતરું ઘડ્યું છે. હુમલાને છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી મોટો અને સૌથી સંગઠિત હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. રાજધાની બમાકો પાસે, સોનાની ખાણવાળા વિસ્તારોમાં અને દેશના અલગ-અલગ ભાગોમાં દરેક જગ્યાએ એકસાથે હુમલા થયા.
સંરક્ષણ મંત્રી સાદિયો કેમારાનું મોત
ફ્રાન્સની રેડિયો ચેનલ RFIના રિપોર્ટ મુજબ JNIMના આતંકીઓએ બમાકોની બહાર સ્થિત કાટી મિલિટરી બેઝ પર હુમલો કર્યો. આ એ જ જગ્યા છે જ્યાં માલીના સંરક્ષણ મંત્રી સાદિયો કેમારા રહેતા હતા. તેમના ઘર પર હુમલો થયો અને આ હુમલામાં તેમનું મોત નીપજ્યું.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજી વખત મોતને હાથતાળી આપી! જાણો અત્યાર સુધીના તમામ હુમલાની ટાઈમલાઈન
માલી પશ્ચિમ આફ્રિકાનો એક દેશ છે. અહીં ઘણા વર્ષોથી આતંકી સંગઠનો અને વિદ્રોહી જૂથો સરકાર સામે લડી રહ્યા છે. JNIM, જે અલ-કાયદા સાથે જોડાયેલું એક આતંકી સંગઠન છે. તુઆરેગ વિદ્રોહી, જેઓ ઉત્તર માલીમાં પોતાની અલગ સત્તા ઈચ્છે છે. માલીમાં હાલમાં સૈન્ય શાસન છે, એટલે કે સેનાએ સત્તા સંભાળેલી છે. આ સરકાર સામે બે મોટા દુશ્મનો છે.


