World

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્ય પર મોટો હુમલો, બીએલએના લડાકૂઓએ 5ના જીવ લીધા

By GS TEAM
21 Oct 20251 min read
TukuTouch Logo
પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં સોમવારે (20 ઓક્ટોબર) બપોરે બલોચ વિદ્રોહીઓએ પાકિસ્તાની અર્ધસૈનિક દળના એક વાહન પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ સૈનિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) નામના સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્ય પર મોટો હુમલો, બીએલએના લડાકૂઓએ 5ના જીવ લીધા

File Photo (IANS)



Pakistani Army Attack: પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં સોમવારે (20 ઓક્ટોબર) બપોરે બલોચ વિદ્રોહીઓએ પાકિસ્તાની અર્ધસૈનિક દળના એક વાહન પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ સૈનિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) નામના સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

આ પણ વાંચોઃ ઈઝરાયલી યુવકની હેવાનિયત કેમેરામાં કેદ! 55 વર્ષીય પેલેસ્ટિની મહિલાને નિર્દયતાપૂર્વક મારી

શું હતી ઘટના? 

મળતી માહિતી અનુસાર, આ હુમલો સોમવારે (20 ઓક્ટોબર) બપોરે લગભગ 1:00 વાગ્યે બલૂચિસ્તાનના મંડ વિસ્તારમાં માહિર અને રુદિગ વચ્ચેના માર્ગ પર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની અર્ધસૈનિક દળનું વાહન જ્યારે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે BLFના લડવૈયાઓએ અચાનક તેના પર હુમલો કરી દીધો હતો. આ અણધાર્યા હુમલામાં પાંચ પાકિસ્તાની સૈન્ય કર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.


આ પણ વાંચોઃ 88 લાખ રૂપિયામાં H-1B વિઝાનો નિયમ આજથી લાગુ, જાણો કોને મળશે છૂટ, ભારતીયો પર થશે અસર

આ ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઘાયલ સૈનિકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાન લાંબા સમયથી અલગતાવાદી વિદ્રોહનો સામનો કરી રહ્યું છે, જ્યાં બલોચ રાષ્ટ્રવાદી જૂથો પાકિસ્તાની સુરક્ષા દળો પર વારંવાર હુમલા કરતા રહે છે.