Get The App

દવાઓ લેવા ભારત આવે તે પહેલા જ ઈરાની વિમાનને અમેરિકાએ નષ્ટ કર્યું, મશહદ ઍરપૉર્ટ પર એરસ્ટ્રાઇક

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
દવાઓ લેવા ભારત આવે તે પહેલા જ ઈરાની વિમાનને અમેરિકાએ નષ્ટ કર્યું, મશહદ ઍરપૉર્ટ પર એરસ્ટ્રાઇક 1 - image


Mahan Airlines Plane Hit: ઈરાન-અમેરિકા યુદ્ધમાં એક તરફ શાંતિ અને સમાધાનની વાત થઈ રહી છે અને બીજી તરફ સતત હુમલાઓ થઈ રહ્યા છે. આ તબક્કામાં અમેરિકાની એરસ્ટ્રાઇકમાં ઈરાની એરલાઇન્સનું એક વિમાન ક્ષતિગ્રસ્ત થયું છે. ઈરાનની એરલાઇન્સ મહાન (Mahan Air) એરલાઇનનું વિમાન અમેરિકાની એરસ્ટ્રાઇકનું શિકાર બન્યું છે. જણાવવામાં આવી રહ્યું છે, આ વિમાન રાહત સામગ્રી લેવા માટે દિલ્હી આવવાનું હતું. 1 એપ્રિલના રોજ ભારતથી માનવીય સહાય લેવા માટે આવવાનું હતું, તે પહેલા જ મશહદ ઍરપૉર્ટ પર થયેલા અમેરિકન હુમલામાં આ પ્લેનને નુકસાન થયું છે.

અમેરિકાએ ઈરાનના મશહદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર એક મોટો હવાઈ હુમલો કર્યો છે. જેમાં ભારે નુકસાન થયું છે, જેમાં એક મહાન એરલાઇન્સનું વિમાન પણ છે. મળતી માહિતી અનુસાર, જ્યારે હુમલો થયો, ત્યારે ઍરપૉર્ટ પર એક વિમાન દિલ્હીની ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું.

ઈરાનના સરકારી સૂત્રોએ કહ્યું કે, હુમલામાં મહાન એર લાઇન્સનું એક પેસેન્જર વિમાન નષ્ટ થઈ ગયું. આ વિમાન દિલ્હી આવવાનું હતું અને આ યુદ્ધ પીડિતો માટે 11 ટનથી વધુ માનવીય દવાઓ અને સામગ્રી લઈને ઈરાન જવાનું હતું.