Get The App

ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર, સરહદો પર જવાનું ટાળવા સલાહ

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર, સરહદો પર જવાનું ટાળવા સલાહ 1 - image

Iran vs Israel-USA War Updates :  ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને 9 દિવસ પૂરા થઈ ગયા છે ત્યારે 10મા દિવસની શરૂઆતમાં જ ઈરાનમાં નવા સુપ્રીમ લીડરના નામની જાહેરાત કરી દેવામાં આવી જેનાથી અમેરિકા અને ઈઝરાયલ બંને ખિજાયા હતા. આ સાથે નવા લીડર બનતાં જ મોજતબા ખામેનેઈ જે આયતુલ્લા ખામેનેઈના દીકરા છે તેમણે ઈઝરાયલ પર કેર વરસાવવાની શરૂઆત કરી દીધી હતી. 

Iran vs Israel-USA War Updates LIVE :  

ભારતીય દૂતાવાસની નાગરિકોને સલાહ

તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને દેશની જમીની સરહદો પર જવાનું ટાળવા માટે સલાહ આપી છે. 9 માર્ચના રોજ જારી કરાયેલી એક એડવાઈઝરીમાં જણાવાયું છે કે, ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોએ દૂતાવાસ સાથે પૂર્વ સંકલન કર્યા વિના દેશ છોડવા માટે કોઈપણ જમીની સરહદ તરફ ન જવું જોઈએ.

દૂતાવાસે ચેતવણી આપી છે કે, જે લોકો ઈરાન છોડી દે છે પરંતુ કોઈ કારણસર ત્રીજા દેશમાં પ્રવેશ મેળવી શકતા નથી, તેમની સહાય કરવામાં દૂતાવાસ અસમર્થ રહેશે. આ ઉપરાંત, દૂતાવાસે માર્ગદર્શનની જરૂર હોય તેવા ભારતીયો માટે ઈમરજન્સી સંપર્ક નંબર અને ઈમેલ હેલ્પલાઈન પણ જાહેર કરી છે.

પુતિને મોજતબા ખામેનેઈને આપી શુભેચ્છા

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, મોજતબા ખામેનેઈ પોતાના પિતાનું કામ પૂર્ણ કરશે.

ઈઝરાયલમાં ઉઠ્યા વિરોધના સ્વર... 

ઈઝરાયલમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ત્યાંના સ્થાનિક નેતાઓ અને નાગરિકોમાં પોતાની જ સરકાર અને સુરક્ષા વ્યવસ્થા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેટુલા કાઉન્સિલના વડા ડેવિડ અઝુલાઈના જણાવ્યા અનુસાર, ઈઝરાયલના સરહદી વિસ્તારોમાં વીજળી ગુલ છે અને લોકો અંધકારમાં જીવી રહ્યા છે, જ્યારે પાડોશી દેશોના શહેરોમાં બધું જ સામાન્ય રીતે કાર્યરત છે. બેન ગુરિયન ઍરપૉરપોર્ટ ઠપ્પ થઈ ગયું છે અને ઉત્તર ઈઝરાયલના રહેવાસીઓ સતત ડ્રોન હુમલા અને મિસાઇલ મારાના ભય હેઠળ જીવી રહ્યા છે. લોકો પોતાની સરખામણી 'શૂટિંગ રેન્જમાં રહેલા બતક' સાથે કરી રહ્યા છે અને સવાલ ઉઠાવી રહ્યા છે કે તેમની શક્તિશાળી સેના અને નેતન્યાહૂ સરકાર ક્યાં છે જેણે તેમને શાંતિનું વચન આપ્યું હતું. આ સ્થિતિ ઈઝરાયેલની આંતરિક સુરક્ષા અને શાસન વ્યવસ્થાની નિષ્ફળતા તરફ આંગળી ચીંધે છે.

ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર, સરહદો પર જવાનું ટાળવા સલાહ 2 - image

બહેરીનમાં BAPCO ઓઇલ કંપની પર હુમલો 

 

સાઉદીમાં વધુ એક અમેરિકન સૈનિકનું મોત, કુવૈતમાં 6 સૈનિકોએ અગાઉ જીવ ગુમાવ્યા હતા 

અમેરિકાએ તેના ઓફિશ્યલ એક્સ એકાઉન્ટ પર માહિતી આપી હતી કે સાઉદી અરબમાં એક અમેરિકન સૈનિકનું મોત થયું છે. જ્યારે અગાઉ કુવૈતમાં પણ 6 અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. 

ઈરાનની મિસાઇલોથી ઈઝરાયલનું આકાશ ઉભરાયું 


 

મોજતબા ખામેનેઈ સુપ્રીમ લીડર બનતા ટ્રમ્પનું રિએક્શન 

અમેરિકાના એક મીડિયાના અહેવાલ પ્રમાણે અમેરિકન પ્રમુખે કહ્યું હતું કે મોજતબા ખામેનેઈ ઈરાનના નવા સુપ્રીમ લીડર બનતા તે નારાજ છે. ટ્રમ્પે જાહેરમાં આ મામલે કોઈ ટિપ્પણી કરવાનું પણ ટાળ્યું હતું અને કહ્યું હતું કે અમે હવે આગળ જોઈશું. 

બહેરીનમાં અમેરિકાની પેટ્રિયટ ઇન્ટરસેપ્ટરમાં ખામી સર્જાઈ, રહેણાક વિસ્તારોને કર્યા ટાર્ગેટ 

બહેરીનથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં અમેરિકાની પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર એટલે કે ડિફેન્સ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. તેણે ઇરાનની મિસાઇલોને નિશાન બનાવવાની જગ્યાએ બહેરીનના જ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા સવાલો ઊઠ્યા હતા. 


ઈરાને ઈઝરાયલ પર કેર વરસાવ્યો 

ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર નવા સુપ્રીમ લીડર બનતાં જ મોજતબા ખામેનેઈએ ઈઝરાયલ પર હુમલો કરવાની પરવાનગી આપી હતી. જેના બાદથી ઈઝરાયલ સામે અનેક મિસાઇલ અને ડ્રોન ઝીંકવામાં આવ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયલના અનેક વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે.